સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિતે નાટક યોજાયું
વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની વિવિધ ઘટનાઓનું પ્રદર્શન ખુલ્લું મુકાયું
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ કુલપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ” ની વિવિધ ઘટનાઓનું પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વહીવટી બીલ્ડીંગ ખાતે કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ હતું સાથે સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તૈયાર કરાયેલ એક 22 મીનીટનું નાટક સૌ કર્મચારીઓને બતાવવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ” વિશે કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયાએ સૌને માર્ગદર્શીત કર્યા હતા.આ પ્રસંગે વિવિધ ભવનોના અધ્યક્ષ, અધિકારીઓ, કર્મચારીઓ, એસબીઆઈના મેનેજર કે. બીસવાલ, જીગ્નેશભાઈ ગૌસ્વામી, ગ્રીષ્મ કાચા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન પ્લાનીંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓફીસર ડૉ. મનીષભાઈ ધામેચા તથા સંચાલન અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતું.