પંચવટી મેઈન રોડ પર રૂપાલી પાર્લર’માંથી એક્સપાયર થયેલી વાનગીનો ઢગલો મળ્યો
તારીખ વીતાવી છતાં બિસ્કિટ, નમકીન, ફરસાણ સહિતને ડિસ્પ્લેમાં રાખ્યા'તા: પાંચ સ્થળેથી દૂધ, માવા, પનીરના નમૂના લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના પંચવટી મેઈન રોડ પર અતિથિ ચોકમાં આવેલા પંચવટી ટાવરમાં
રૂપાલી પાર્લર’ પર દરોડો પાડી ચેકિંગ કરતાં ત્યાંથી એક્સપાયર થયેલી વાનગીનો ઢગલો મળી આવ્યો હતો. આ દુકાનના માલિક દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રીતસરના ચેડાં કરવામાં આવી રહ્યાનું પણ ધ્યાન પર આવ્યું હતું. રૂપાલી પાર્લર દ્વારા અલગ-અલગ નમકીનના પેકેટ, કોલ્ડ્રીંક્સ, બેકરી પ્રોડક્ટસ, ફરસાણ, આઈસ્ક્રીમ સહિતની ખાદ્યવસ્તુઓ લાંબા સમયથી એક્સપાયર થઈ ગઈ હોવા છતાં ડિસ્પ્લે તેમજ ફ્રિઝમાં સંગ્રહીત કરવામાં આવી હતો. આવો ૧૬ કિલોના જથ્થાનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નવા મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં આવેલી નાગબાઈ ડેરીમાંથી મીક્સ દૂધ, નાનામવા રોડ પર ન્યુ કૈલાશ ડેરીમાંથી ગાયનું દૂધ, મંગળા મેઈન રોડ પર રાજયોગ એપાર્ટમેન્ટમાં આવેલી વિશાલ ડેરીમાંથી મીઠો માવો, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર ડેરીમાંથી પનીર (લુઝ) અને ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ સ્ટોરમાંથી કાળા અડદનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.