જસદણ પાસેથી અફીણ તથા પોષડોડાના જથ્થા એક શખ્સ પકડાયો
એલસીબી અને એલસોજીનો સયુક્ત દરોડો: રૂ.2.04 લાખનો મુદ્દમાલ કબજે જસદણના ભડલી ગામે ખાતેથી અફીણ તથા પોષડોડાના જથ્થા સાથે એક શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસ.ઓ.જી.બ્રાંચે પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે. તહેવારો દરમિયાન નશીલી ચિજોની હેરાફેરી ન થાય તે માટે તકેદારી રાખવા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ દ્વારા પેટ્રોલીંગ અને ચેકિંગ કરવા સૂચના આપી હોય એલસીબી અને એસઓજીની સંયુ્ક્ત બાતમી મળી કે એક શખ્સ માદક પદાર્થનો જથ્થો લઇ ગઢડાથી ભડલી ગામ તરફ નિકળનાર છે. જેથી ભડલી ગામ વિંછીયા ચોકડી ખાતે વોચ ગોઠવી સિલ્વર કલરની મારૂતી વેગેનાર કાર જેના રજી નંબર જીજે-13-સીએ-3352 ને અટકાવી તલાશી લેતા અમદાવાદના બગડ ગામના મનુભાઇ સામતભાઇ ખાચર (ઉ.વ-૬૭) પાસેથી પોષડોડા(ઠાલીયા)નો જથ્થો ૫૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૧૫૦૦ અને અફીણનો જથ્થો ૫૦ ગ્રામ જેની કિંમત રૂ.૧,૨૫૦ તેમજ મારૂતી વેગેનાર જેની કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ-૨,૦૪,૨૫૦ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા,એસ.ઓ.જીના ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રા,અતુલભાઇ ડાભી,જયવિરસિંહ રાણા,અમીતભાઇ કનેરીયા,વિજયભાઇ વેગડ,હિતેષભાઇ અગ્રાવત,ભગીરથસિહ જાડેજા,રણજીતભાઇ ધાધલ,વિજયગીરી ગોસ્વામી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. |