ગોંડલમાં છ વર્ષની બાળકી સાથે પાડોશીએ અડપલાં કર્યા
બિસ્કીટની લાલચ આપી ઘરે બોલાવી કૃત્ય કરનાર નરાધમની ધરપકડ
ગોંડલમાં છ વર્ષની બાળકીને બિસ્કીટ આપવાની લાલચ આપી ઘરે લઈ જઈ પાડોશી શખ્સે શારીરિક અડપલા કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી હતી. નરાધમ યુવક પર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.
ગોંડલની એક સોસાયટીમાં રહેતી મહિલાએ ગોંડલ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાની જ સોસાયટીમાં રહેતા ફેબ્રિકેશનનું કામ કરતા પાડોશી તુષાર સરવૈયાનું નામ આપ્યું છે. મહિલાની સાડા છ વર્ષની પુત્રી ઘર પાસે રમતી હતી તુષાર બાળાને એકલી જોઈ તને બિસ્કિટ અપાવી દેવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. વાસનામાં અંધ બનેલા નરાધમ યુવકે મુખમૈથુન કરાવી બાળકીની શારીરિક છેડછાડ કરી અડપલા કર્યા હતાં. આ ઘટના બાદ બાળકીએ ઘરે આવી માતાને જાણ કરતાં સોસાયટીમાં દેકારો બોલી ગયો હતો. આ ઘટનામાં પોલીસે પોકસો એકટ હેઠળ ગુને નોંધી તુષાર સરવૈયાની ધરપકડ કરી છે. તુષાર અપરિણીત હોવાનું પોલીસની પુછપરછમાં બહાર આવ્યું છે.