સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 જુલાઈથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ
બીએ. બીબીએ. લો સહિતની 24 વિદ્યાશાખાઓની સેમસ્ટર 4 અને 6ની પરીક્ષા લેવાશે
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15 જુલાઈથી અલગ -અલગ 24 વિદ્યાશાખાઓની સાન્તાક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 4 તેમજ 6ની પરીક્ષાઓ યોજવામાં આવનાર છે, યુનિવર્સીટી દ્વારા આ અંગેનું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બીએ. બીબીએ. એમએ, સહિત અલગ -અલગ 24 વિદ્યાશાખાની સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરના 12- 30 સુધીનો અઢી કલાકનો રાખવામાં આવ્યો છે, જેમાં બી.એમાં રેગ્યુલર- એક્સટર્નલ સેમેસ્ટર 6 બી એસ ડબલ્યુ સેમેસ્ટર 6 એમ.એ તમામ સેમેસ્ટર બીબીએ સેમેસ્ટર 6 બીએચટીએમ સેમેસ્ટર સાત બીકોમ સેમેસ્ટર 6 એમકોમ સેમેસ્ટર ચાર બીસીએ બીએસસી આઈટી બીએસસી સેમેસ્ટર 6 સહિતની પરીક્ષાઓ લેવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવનાર સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષામાં ચોરી- ગેરરીતી અટકાવવા માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં જ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.