ડાંગર કોલેજની તબિબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત
પપ્પા હું જાઉ છું, જિંદગીથી કંટાળી ગઇ છું તેવું સ્ટેટસ મુકી જીવ દીધો…પેટા
રાજકોટની ડાંગર કોલેજની તબિબી છાત્રાએ પિતાને ઉદ્દેશીને મોબાઈલમાં સ્ટેટ મૂકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તબીબી છાત્રાએ “પપ્પા હું જાઉ છું, હું જિંદગીથી કંટાળી ગઇ છું” તેવું સ્ટેટસ મૂકી મોબાઇલ ફોન પાણીની ડોલમાં ડુબાડી દીધો હતો.
રાજકોટ સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રૂમ રાખીને ચારેક વર્ષથી રહેતી અને જામનગર રોડ પરની બી. એ. ડાંગર કોલેજમાં બીએચએમએસમાં અભ્યાસ કરતી મુળ ભાવનગરના શિહોરના રામગઢની વતની સંગીતા જકુભાઈ મકવાણા (ઉવ22)એ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.તપાસમાં જાણવા મળતી વિગતો આપઘાત કરનાર સંગીતાબ બે ભાઇ અને એક બહેનમાં બીજી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. પોતે રાજકોટ રૂમ રાખીને રહેતી હતી અને બીએચએમએસનો અભ્યાસ કરતી હતી.
સંગીતાએ રાજકોટ રહેતા તેના ગામના પ્રદિપને ભાઇ બનાવ્યો હતો. મંગળવારે રાતે એકાદ વાગ્ય આસપાસ સંગીતાએ વ્હોટ્સએપમાં સ્ટેટસ મુક્યું હતું જેમાં લખ્યું હતું કે પપ્પા હું જાઉ છું, હું જિંદગીથી કંટાળ ગઇ છું’. આ સ્ટેટસ તેના માનેલા ભાઇએ જોતા જ તે તુરત રૂમ પર પાછો આવ્યો હતો. ત્યારે સંગીતાએ આપઘાત કરી લીધો હતો. તેમજ તેનો મોબાઇલ ફોન પણ પાણીની ડોલમાંથી મળ્યો હતો. આપઘાત પાછળ કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.