સદર પોલીસ ચોકીના બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી
આગ પાસેના ફટાકડાની દુકાન સુધી પ્રસરે તે પૂર્વે જ ફાયરની ટીમે કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી
રાજકોટમાં આવેલી સદર બજારની પોલીસ ચોંકીના બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી.જ્યારે આ ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.અને આગ પાસેની ફટાકડાની દુકાન સુધી પ્રસરે તે પૂર્વે જ તેના પર કાબૂ મેળવી લીધો હતો.જેથી મોટી જાનહાનિ ટળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
દિવાળીનો તહેવાર નજીક આવતા જ ફટાકડાનું વેચાણ શરુ થયું છે.ત્યારે શહેરમાં ફટાકડાની હોલસેલ માર્કેટ ગણાતી સદર બજારમાં આવેલી પ્ર.નગર પોલીસની પેટા ચોકીના બોર્ડમાં ગઈકાલ સાંજના સમયે આગ લાગ્યા હોવાની જાણ ફાયરની ટિમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવી લીધો હતો.બોર્ડમાં આગ લાગી ત્યાં બાજુમાં જ એક ફટાકડાની દુકાન હોવાથી આગ ત્યાં સુધી પ્રસરે તે પૂર્વે જ તેને બુઝાવી દેવામાં આવી હતી.આ મામલે વિગત આપતા પીઆઈ બી.એમ ઝણકાંટએ જણાવ્યું હતું કે,સદર પોલીસ ચોંકીના બોર્ડમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી.આગ લાગી ત્યારે ત્યાં રહેલા ફાયરના યંત્રો દ્વારા આગ બુઝાવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.અને ફાયરની ટીમે સમયસર પહોંચી જતા આગ વધુ પ્રસરે તે પૂર્વે જ બુઝાવી દેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,દિવાળીનો તહેવાર હોવાથી સદર બજારમાં અઢળક ફટાકડાના સ્ટોલ હાલ ચાલુ છે.જેથી જો આગની ચપેટમાં કોઈ દુકાન આવી હોત તો મોટી દુર્ઘટના બનવા પામી હોત પરંતુ આગ પર તુરંત જ કાબુ મેળવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.