ક્રિસ્ટલ મોલ પાસે કાર ડીવાઇડરમાં અથડાતાં ફૂટબોલ થઈ બૂકડો
કાર ચાલક સગીર હોવાનું જાણવા મળ્યું : શેરીમાંથી અન્ય કાર નીકળતાં ચાલક હેબતાઈ ગયો અને બ્રેકના બદલે લિવર પર પગ રાખી દેતાં અકસ્માત સર્જાયો : કોઈ જાનહાનિ નહીં
શહેરમાં અવાર-નવાર બેકાબુ વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે. થોડા દિવસો પહેલા જ પોલીસ હેડ ક્વાર્ટર પાસે રેન્જ રોવર કાર ગોથા મારી ગયાની ઉપરા ઘટનાઓ બની હતી.ત્યારે ગઈકાલ વહેલી સવારે વધુ એક વખત આવી જ ઘટના બની હતી. કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક એક કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ ફૂટબોલ બની હતી. અને તેનો બુકડો બોલી ગયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી.
વિગત મુજબ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક જીજે૦૩એલઆર-૩૦૧૭ નંબરની આઈ-૧૦ કાર ડિવાઇડરમાં અથડાયા બાદ ટાયર ફાટી જતાં આઠેક ફૂટ ફૂટબોલની જેમ ઉંચે ઉછળીને ફેંકાઇ ગઇ હતી. આ કારણે આઈ-૧૦ કારનો બૂકડો બોલી ગયો હતો. જો કે ચાલકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. બનાવની જાણ તાલુકા પોલીસને થતા તે પણ પહોંચી હતી. વહેલી સવારે વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી. તાલુકા પોલીસની ટીમે તપાસ કરતા ચાલક સગીર વચનો હોવાનું માલુમ પડ્યું હતું. ચાલક વહેલી સવારે કોઇ કામ માટે નીકળ્યો હતો એ સમયે જ સામેની શેરીમાંથી અન્ય કાર ઓચીતી પસાર થતાં તે હેબતાઇ ગયો હતો અને બ્રેકને બદલે લીવર પર પગ મુકી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. જો કે આ મામલે ચાલકના ફઇએ પોતાને કોઇ પોલીસ કાર્યવાહી કરવી ન હોવાનું જણાવ્યું હતું.