રૈયા રોડ ઉપર ગણપતિના પંડાલ માંથી દાન પેટી ચોરી જનાર વેપારી પકડાયો
22,000 ની રોકડ સહિત 40 હજારો મુદ્દામાલ કબજે.પેટા
રાજકોટ શહેર મા રૈયા રોડ સદગુરૂ તિર્થ ધામ માં ગણપતીના પંડાલમાં થયેલ દાનપેટી ની ચોરીનો ભેદ ઉકેલી એલસીબી ઝોન-૨ની ટીમે ઉકેલી નાખી ચોરીમાં સંડોવાયેલા વેપારી ને 22,000 ની રોકડ અને મોટરસાયકલ સહિત 40,000 ના મુદ્દા માલ સાથે પકડી લીધો છે.
રૈયા રોડ ઉપર સદગુરૂ તિર્થધામ માં ગણપતીના પંડાલમાં રાખેલી દાન પેટીની ચોરી થઈ હતી આ બાબતે સીસીટીવી કેમેરાનું કામ કરતા માર્કેટિંગ યાર્ડ આરએમસી ક્વાર્ટર્સમાં રહેતા વિપુલભાઈ પ્રફુલભાઈ પાડલીયા એ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીમાં ડીસીપી ઝોન 2 ની એલસીબી ઝોન 2 ની ટીમના પી.એસ.આઇ આર એચ ઝાલા શહેરના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ના કેમેરા તથા અન્ય સી.સી.ટી.વી. ફુટેજના આધારે એક શખ્સ એક્ટીવા લઇને દાનપેટી આગળના ભાગે રાખી ચોરી કરી લઇ જતો જોવામાં જેને રૈયા રોડ હનુમાન મઢી બોમ્બે હેર આર્ટ નામની દુકાન પાસેથી પકડી લીધો હતો. પકડાયેલ શખ્સ સુભાષનગર શેરી નં.૪ રામેશ્વર ચોકમાં રહેતો પ્રદીપભાઇ ભરતભાઇ દેશાણી (ઉ.વ.૨૪)નામનો વેપારી હોવાનું જાણવા મળ્યું હતું.