રાજકોટ જિલ્લાના 7 તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી તરીકે અપાઈ બઢતી
ગુજરાત પંચાયત સેવા મંડળ તરફથી સમંતી મળતા મહેકમ શાખા દ્વારા કરાઇ કામગીરી
રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા 7 તલાટી કમ મંત્રીના વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે બઢતી સાથે બદલીના હુકમ થયા છે. જેમાં પંચાયત વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ તલાટી કમ મંત્રી સંવર્ગના ફિડર કેડરના સંવર્ગમાં 5 વર્ષના અનુભવી, સી. સી. સી. પરીક્ષા પાસની લાયકાત, વિસ્તરણ અધિકારી સંવર્ગની બઢતી માટેની ખાતાકીય પરીક્ષા પાસ હોવાની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને વિસ્તરણ અધિકારી (પંચાયત)ના સંવર્ગમાં બઢતી આપવમાં આવી છે.
પંચાયત વિભાગના એક ઠરાવ મુજબ પંચાયત સેવા વર્ગ-3 ની કાયમી જગ્યાઓ કે જે 3 વર્ષથી ઓછા સમય માટે ખાલી હોય તેવી જગ્યાઓ બઢતીથી ભરવાની સત્તા સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીને આપવાનું ઠરાવવામાં આવ્યું છે. ત્યારે પંચાયતના સંવર્ગમાં બઢતી આપવા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી સંમતિ મળતા રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા 7 તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ડીડીઓ દેવ ચૌધરીના માર્ગ દર્શન હેઠળ ડેપ્યુટી ડીડીઓ મહેકમ દ્વારા બઢતી આપવામાં આવી છે.
વિસ્તરણ અધિકારી તરીકે બઢતી પામનાર તલાટી કમ મંત્રી તરીકે ફજર બજાવતા જેતપુર તાલુકાના ધાંધલ ગજુભાઈને વિસ્તરણ અધિકારી તરીકે ધોરાજી, જસદણ તાલુકાના હરેશ સાવલિયાને વીંછીયા, હરેશ બાવળિયાને કોટડા સાંગાણી, લોધિકાન ગોહેલ કલ્પેશને ગોંડલ, પડધરીના ટી. એસ. પઠાણને કોટડા સાંગાણી, પડધરી તાલુકાના નિર્મળ કમલેશને પડધરી જ્યારે જેતપુર તાલુકાના આજે સાકરિયાની ધોરાજી બઢતી સાથે બદલી કરવામાં આવી છે.