રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર 50 કરોડની સરકારી જમીન ખુલ્લી
કોમર્શિયલ દબાણો ખડકાયા બાદ નોટિસ ફટકાર્યા બાદ મંગળવારે દબાણ ખુલ્લું કરાયું
રાજકોટ શહેરમાં સરકારી અને યુએલસી ફાજલ જમીનોને પોતાના પૂર્વજોની મિલ્કત સમજી બેફામ દબાણો ઉભા થઇ રહ્યા છે ત્યારે રાજકોટ પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સર્વે નંબર 318ની સરકારી કિંમતી જમીનમાં અંદાજે 5000 ચોરસ મીટર જમીનો ઉપર દબાણો ખડ઼ાઈ ગયા હોય નોટિસ ફટકાર્યા બાદ અંદાજે 50 કરોડની કિંમતી સરકારી જમીન મંગળવારે ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ગંગોત્રીપાર્ક મેઈન રોડ ઉપર આવેલ સ્વયંજેમ બિલ્ડિંગની સાઈટ ઓફિસ ખાતે બિલ્ડર દ્વારા મોટાપ્રમાણમાં રૈયા સર્વે નંબર 318ની સરકારી કિંમતી જમીનમાં અંદાજે 5000 ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ કરી લેવાની સાથે અન્ય કોમર્શિયલ દબાણો પણ ખડકાઈ ગયા હોવાથી પશ્ચિમ મામલતદાર કચેરી દ્વારા દબાણ હટાવવા મામલે નોટિસ ફટકારવામાં આવી હતી, જે બાદમાં મંગળવારે પશ્ચિમ મામલતદાર સર્કલ દ્વારા દબાણ હટાવવા કાર્યવાહી કરી અને 50 કરોડની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરાવી હતી.