સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં તા.26મીથી 5 દિવસનું મીની વેકેશન
નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય હિસાબ-કિતાબ માટે રજા જાહેર : 1 એપ્રિલથી રાબેતા મુજબ
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.26 માર્ચથી 31 માર્ચ દરમિયાન નાણાંકીય વર્ષ 2024-25ના હિસાબો માટે તા.26મી માર્ચથી તા.31 માર્ચ સુધી પાંચ દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે.જેથી આ દિવસો દરમિયાન હરરાજી સહિતની પ્રક્રિયા બંધ રહેનાર હોય ખેડૂત ભાઈઓને જણસી નહીં લાવવા સૂચના આપવામાં આવી છે. આગામી તા.1 એપ્રિલથી તમામ યાર્ડ રાબેતા મુજબ ધમધમતા થશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ 2024-25ના હિસાબો કરવાના હોવાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તા.26 માર્ચથી 31 માર્ચ દરમિયાન રજા જાહેર કરવામાં આવી છે.આ પાંચ દિવસ દરમિયાન હરરાજી સહિતના કામકાજ બંધ રહેનાર હોવાથી ખેડૂતભાઈઓને પોતાની જણસી યાર્ડમાં વેચાણ માટે નહિ લાવવા જણાવવામાં આવ્યું છે. વધુમાં રાજકોટ યાર્ડની જેમ જ સૌરાષ્ટ્રના અન્ય મોટા માર્કેટિંગ યાર્ડમાં પણ પાંચ દિવસનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.