રાજકોટમાં 5.91 લાખ આઈ.ટી.રિટર્ન ભરાયાં: અડધો અડધ ઘટ્યા
સૌરાષ્ટ્ર કચ્છમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા વધી પણ લાખોપતિ ઓછાં થયાં, હવેના બે મહિના વધુ રિટર્ન ભરાશે
ગુજરાતમાં લાખોપતિની સંખ્યા વધી છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે,ગુજરાતમાં ચાલુ વર્ષે 31 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક રિટર્ન ફાઇલ થયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આ વર્ષે ગત વર્ષ કરતાં 50% ઓછા રિટર્ન ફાઇલ થયા છે.
રાજકોટ રિજીયન હેઠળ આવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ 2022-2023માં 5.91 લાખ કરદાતાઓની સંખ્યા હતી પરંતુ કોઈ પણ કારણસર આ વર્ષમાં 50% ઓછા કરદાતાઓ જ નોંધાયા છે. રાજકોટ સૌરાષ્ટ્રમાં આ વર્ષે આશ્ચર્યજનક રીતે કરદાતાઓની સંખ્યા ઘટી છે તો કરોડપતિ કરદાતાઓના ગ્રૂપમાં 77 થી વધુ કરોડપતિ વધ્યા છે એકંદરે એક વર્ષમાં 361 કરોડપતિ કરદાતાઓ નોંધાયા હતા.
રાજકોટ આવકવેરા રિજીયનમાં 20 લાખ જેટલી કરદાતાઓની સંખ્યા છે.
જેમાં ગયા વર્ષે નવા 5.91 લાખ રિટર્ન ભરાયા હતા. ગત વરસની સરખામણીએ ૫૦ ટકા ઓછા નોંધાયા છે એ અંગે રાજકોટના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ દોશી જણાવે છે કે, કેન્દ્રસરકારે બજેટમાં સાત લાખની નવી આવક મર્યાદા નક્કી કરતા તેના લીધે પણ રિટર્ન ભરનારાઓની સંખ્યા ઘટી છે તો આ ઉપરાંત હજુ ઓડિટેડ રિટર્નમાં 15 નવેમ્બર સુધીની મુદત લંબાતા કંપનીના ભાગીદારો હવે રિટર્ન ફાઇલ કરશે તો બીજી તરફ હજુ મોટાભાગનો વર્ગ એવો છે કે હજુ ડિસેમ્બર મહિનામાં લેટ ફી સાથે રિટર્ન ફાઇલ કરે છે.