રાજકોટ જિલ્લામાં રૂ.4.71 કરોડની રોકડ, દારૂ અને સોના-ચાંદી જપ્ત
ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી
રાજકોટ : લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતની કામગીરી દરમિયાન શહેર અને ગ્રામ્યમાથી રૂપિયા રૂ.4.71 કરોડના રોકડા અને સોના-ચાંદી ઉપરાંત દેશી અને વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો હોવાનું જિલ્લા ચૂંટણીતંત્રએ સતાવાર રીતે જાહેર કર્યું છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના જણાવ્યા મુજબ 16મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તા.18મી સુધીમાં જુદી-જુદી નોડલ ટીમો દ્વારા આચાર સંહિતનાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કડક હાથે કામગીરી કરી કુલ મળી 4.71 કરોડનો દારૂ, રોકડ, ડ્રગ્સ, અને સોના-ચાંદીના જપ્ત કરી ચૂંટણીપંચને રિપોર્ટ કર્યો છે.
વધુમાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો ધોરાજીમાં 1397700,ગોંડલમાં 40664000, જસદણમાં 4899950, જેતપુરમાં 33443130, રાજકોટ પૂર્વમાં 85001220, રાજકોટ દક્ષિણમાં 6406200, રાજકોટ પશ્ચિમમાં 22880739 અને રાજકોટ ગ્રામ્યમાં 70810600 રૂપિયાનું સીઝર કરવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે.