રાજકોટના 4 સહીત રાજ્યના 34 કારકુનને સબ રજિસ્ટ્રાર-2 તરીકે બઢતી
રાજ્યના 20 સબ રજિસ્ટ્રાર-2ને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 તરીકે બઢતી
રાજકોટ : રાજ્યના નોંધણી સર નિરીક્ષકની કચેરી ગાંધીનગર દ્વારા સબ રજિસ્ટ્રાર કેડરમાં બઢતી અંગેના હુકમ કરવામાં આવ્યા છે જે અન્વયે રાજકોટના 4 સહીત રાજ્યના 34 કારકુનને સબ રજિસ્ટ્રાર-2 તરીકે બઢતી આપવામાં આવી છે તેમજ રાજ્યના 20 સબ રજિસ્ટ્રાર-2ને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 તરીકે બઢતી આપવામાં આવી છે.
નોંધણી સર નિરીક્ષક કચેરી ગાંધીનગરના નોંધણી સર નિરીક્ષક જેનું દેવન દ્વારા સબ રજિસ્ટ્રાર કેડરને દિવાળી ભેટ રૂપે બઢતી અંગેના હુકમો કર્યા છે જે હુકમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજીના એચ.બી.ઉંધાડ, રાજકોટ રૈયાના સી.જી.ચાવડા, રાજકોટ-3 જામનગર રોડ કચેરીના એચ.વી.બારડ અને રાજકોટ-5 મવાના જી.બી.કોળિયાતરને કારકુન સંવર્ગથી રજિસ્ટ્રાર-2 તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે રાજ્યના 20 સબ રજિસ્ટ્રાર-2ને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 તરીકે બઢતી આપવામાં આવી છે.