મનપાની જગ્યા પર બંધાયેલા વધુ ૨૭ ઝુંપડા તોડી પડાયા
મહાપાલિકા દ્વારા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને બાંધી લેવામાં આવેલા ઝુંપડા-મકાનો સહિતના દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. આવા વધુ ૨૭ ઝુંપડાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મહાપાલિકાની ટીપી શાખા દ્વારા ૧૫૦ ફૂટ રોડ પર ધોળકીયા સ્કૂલ પાછળ રામપાર્કની બાજુમાં આવેલા ટીપી સ્કીમ નં.૭ના પ્લોટમાં ૧૫ ઝુંપડા અને રામધણ આશ્રમ-મવડીમાં બગીચા હેતુના પ્લોટમાં બંધાયેલા ૧૨ ઝુંપડા તોડી પાડી ૧૩૦૦ ચોરસ મીટર જમીન કે જેની કિંમત ૭.૫૫ કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવી હતી.