રાજકોટ જિલ્લામાં 6 માસમાં ડેન્ગ્યુના 27, ચીકનગુનીયાના 22 કેસ નોંધાયા
જિલ્લામાં હાલ રોગચાળો નહીવત: ઓગસ્ટથી શરૂ થશે આરોગ્ય વિભાગની કસોટી
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે રોગચાળાનું પ્રમાણ કંટ્રોલમાં રહ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જૂન માસ એટલે કે છેલ્લા 6 માસ દરમિયાન જિલ્લામાં ડેન્ગ્યુના 27, ચીકનગુનીયાના 22 જ્યારે મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય આરોગ્ય વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાંથી જાણવા મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે જાન્યુઆરી થી જૂન માસ એટલે કે છેલ્લા 6 માસમાં જિલ્લામાં ડેન્ગ્યુના 27 કેસ નોંધાયા છે. આ સ્થિતિ જોતા જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો હાલ તો કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 6 માસની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુના 27 કેસ નોંધાયા છે. જ્યારે ચીકનગુનીયાના 22 કેસ અને મેલેરિયાના 17 કેસ નોંધાય છે.
છેલ્લા બે માસની વાત કરવામાં આવે તો એટલે કે મે-જૂન માસમાં મેલેરિયાના 8, ડેન્ગ્યુના 3 અને ચીકનગુનીયાના 3 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે તેવા સમયે ડેન્ગ્યુનો રોગચાળો વકરતો હોય છે. ત્યારે જોવુ રહ્યું કે આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ ડેન્ગ્યુનો રોગચાળો વકરતો હોય છે ત્યારે આમ જોઈએ તો ઓગસ્ટ માસથી આરોગ્ય વિભાગની કસોટી શરૂ થશે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે પગલાં પણ લેવામાં આવતા હોય છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવી, એન્ટિ લારવાની કામગરી, ફીવર સર્વે સહિતની કામગીરી કરવામાં આવે છે.