રાજકોટમાં વધુ 24 મિલ્કતો સીલ, 31.21 લાખની વસુલાત
વેરા વસુલાત માટે રાજકોટ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક હાથે કામ લેવાનું શરૂ કરી ધડાધડ નોટિસો ફટકાવાની સાથે બાકી લેણા વસૂલવા મિલ્કતો સીલ કરવાનું શરૂ કરતા જ મહાનગર પાલિકાની આવકમાં ઉછાળો આવ્યો છે, બુધવારે ટેક્સ શાખાની ટીમોએ કુલ 24 મિલ્કતો સીલ કરતા એક જ દિવસમાં 31.21 લાખની વસુલાત થઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર-3માં લોહાણા પરામાં ખાતે જપ્તીની નોટિસ ફટકારતા જ મિલ્કત ધારકે 9.20 લાખની રકમ ભરપાઈ કરી હતી.એ જ રીતે વોર્ડ નંબર-4માં મોરબી રોડ ઉપર 2.01 લાખ, કુવાડવા રોડ પર રીકવરી કરતા રૂ.1.13 લાખની રિકવરી થઇ હતી.આ ઉપરાંત રણછોડનગર જુદા જુદા ત્રણ મિલ્કત ધારકોના નળ કનેકશન કાપવામાં આવતા અનુક્રમે 81 હજાર, 87 હજાર અને 60,280ની રિકવરી થઇ હતી.
જયારે ગોંડલ રોડ પર આવેલ ‘ પ્રમુખ સ્વામી આર્કેડ ’ ગ્રાઉન્ડ ફલોરની શોપ નં-12 સીલની કાર્યવાહી કરતા 1,45 લાખની રીકવરી, વોર્ડ-13માં મવડી પ્લોટમાં જપ્તી નોટીસ સામે 87,514ની રીકવરી, વોર્ડ નંબર 14માં ગુંદાવાળીમાં રૂ.5.88 લાખ, કેવડાવાડીમાં 25 હજાર, કેનાલ રોડ પર 2.32 લાખ, કાંતાશ્રી વિકાસ ગૃહ રોડ 1 લાખ અને ગોપાલ નગર મેઇન રોડ ઉપર 35586ની રિકવરી કરવામાં આવી હતી.આ ઉપરાંત ટેક્સ શાખા દ્વારા વોર્ડ નં-16માં વિવેકાનંદ સોસાયટીમાં 89,797,વિવેકાનંદ સોસાયટીમાં 89,929, કોઠારીયા રોડ ઉપર 73,000 અને ગોંડલ હાઇવે રોડ પર આવેલ ‘વીપુલ વિદ્યાલયમાં સીલની કાર્યવાહી કરતા 1.04 લાખની રીકવરી થઇ હતી.
કઈ -કઈ મિલ્કતો સીલ કરાઈ
ખોડિયાર પરામાં ‘જગજીત ચેમ્બર્સ ’ સીલ
કુવાડવા રોડ જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષ’ શોપ નં-૩ ને સીલ
કુવાડવા રોડ જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષ’ શોપ નં-૨ ને સીલ
કુવાડવા રોડ પર મિલ્કત સીલ
કોઠારીયા રોડ પર મિલ્કત સીલ
ગોંડલ રોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ સેકન્ડ ફલોર શોપ નં-૧ સીલ
યાજ્ઞિક રોડ પર હેમા આર્કેડ ઓફિસ નં-૩૦૭ સીલ.
સ્વામી વિવેકાનંદ રોડ પર મિલ્કત સીલ
યાજ્ઞિક રોડ પર તોપ્ઝ આર્કડ થર્ડ ફલોર ઓફિસ નં-૨ સીલ
સુભાષ રોડ પર સિદ્ધિ વીનાયક કોમપ્લેક્ષ શોપ નં-૩૦૪ અને ૩૦૫ સીલ
50 ફુટ રોડ પર આવેલ મિલ્કત સીલ
પંચનાથ મેઇન રોડ પર આવેલ 7 મિલ્કતો સીલ
