રાજકોટ જિલ્લામા ૨૩૫ જ્ઞાન સહાયક શિક્ષક ફરજ પર હાજર થયા
જિલ્લામા ૪૬૫ પ્રાથમિક શિક્ષકોની ઘટ સામે જ્ઞાન સહાયક શિક્ષકો લેવાયા તા.૧ થી ૩ દરમિયાન કરાયુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
રાજકોટ જિલ્લામા પ્રાથમિક શિક્ષકોની ઘટ સામે સરકારે સ્કૂલ ઓફ એકસલેન્સ અતર્ગત કુલ ૪૬૫ શિકસકોની ખાલી જગ્યા ભરવા માટે જ્ઞાન સહાયક શિક્ષકોની નિયુક્તિ અગેના નામની યાદી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રાજકોટ જિલ્લા પચાયતના શિક્ષણ વિભાગને મોકલી હતી જેના અનુસધાને તા.૧ થી ૩ દરમિયાન પ્રાથમિક શિક્ષકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
રાજકોટ જિલ્લામા પ્રાથમિક શિક્ષકોની ઘટ સામે સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી કરવામા આવે છે. ત્યારે જિલ્લામા ૪૬૫ ખાલી જગ્યા ભરવા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા તા.૧, ૨, ૩ દરમિયાન હાથ ધરવામા આવી હતી. આ અગે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અશોક વાણવીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામા ધો.૧ થી ૫ અને ધો.૬ થી ૮મા ૪૬૫ શિક્ષકોની ઘટ હોય તે માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવામા આવી છે. ૪૬૫ જ્ઞાન સહાયકો સામે ડોક્યુમેન્ટ વેરીફીકેશનમા ૩૫૧ શિક્ષકો આવ્યા હતા. જ્યારે આ શિક્ષકોને તા.૮ સુધીમા પોતાને સોંપેલ ફરજ સ્થળ પર હાજર થવાનુ રહેશે. ત્યારે શનિવાર સુધીમા ૨૩૫ શિક્ષકો પોતાની ફરજ સ્થળે હાજર થઈ ગયા છે. જ્યારે તા.૮ સુધીમા અન્ય શિક્ષકો હાજર થઈ જશે.