સૌરાષ્ટ્ર-કચ્છ માંથી આઇટીની કરવસૂલાતમાં 23 ટકાનો વધારો:ચીફ કમિશનર જયંતકુમાર
ઓગસ્ટ 2023 સુધીમાં 12.75 લાખ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું
રાજકોટ આવકવેરા વિભાગનો ગ્રોથ રેશિયાની નોંધ ઓલ ઈન્ડિયા લેવલે લેવાઈ
રાજકોટ આવકવેરા વિભાગમાં ગત નાણાકીય વરસમાં ટેક્સ કલેક્શનનો ગ્રોથ રેશિયો 23 ટકાથી વધ્યો છે.રાજકોટ આવકવેરા વિભાગના નવનિયુક્ત ચીફ કમિશનર જયંતકુમારે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ આવકવેરા વિભાગમાં પાંચ મહિનામાં ૨૩% ની વૃદ્ધિ સાથે ૧૧૩ ટકા ગ્રોથ નોંધાયો છે. ગત નાણાંકીય વર્ષમાં આવકવેરા કલેકશનનો ટારગેટ સિધ્ધ થઈ શકયો ન હતો. અને લક્ષ્યાંક કરતા 90 ટકાની વસુલાત થઈ હતી. ઓગસ્ટ 2023 મહિના ના અંત સુધી રિફંડ જારી કર્યા પછી મુખ્ય આયકર આયુક્ત રાજકોટ -ક્ષેત્ર નું નેટ બજેટ કલેક્શન 700 કરોડ રહ્યું હતુ તે રૂ. 328 કરોડના ગયા વર્ષના સંબંધિત સમયગાળાના નેટ બજેટ કલેક્શન સામે હતુ.હાલ સપ્ટેમ્બર 2023ના એડવાન્સ ટેક્સ કલેક્શનનો ડેટા પ્રાપ્ત થઈ રહ્યો છે અને 15.09.2023 સુધી રિફંડ બાદ કર્યા મુખ્ય આયકર આયુક્ત રાજકોટ ક્ષેત્ર નું નેટ બજેટ કલેક્શન 1000 કરોડ રહ્યું છે જે ગયા વર્ષના સંબંધિત સમયગાળાના રૂ. 593 કરોડ હતું. ગત વર્ષની સરખામણીમાં નેટ બજેટ કલેક્શનમાં 68%ની વૃદ્ધિ થાય છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોટ રેન્જ ઈન્કમટેકસનો 3585 કરોડના કલેકશનનો ટારગેટ અપાયો છે. ગત વર્ષની વસુલાત કરતાં 14 ટકા વધુ છે. વ્યકિતગત કરદાતાઓની સાથે સૌરાષ્ટ્ર્રના એગ્રો, મેન્યુફેકચરિંગ અને એન્જિનિયરિંગ,જવેલરી ઇન્ડસ્ટ્રીઝનો મોટો ફાળો રહ્યો છે. એકંદરે રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર્ર કચ્છના વેપાર ઉધોગમાં કમાણી વધતા કરદાતાઓએ ટેકસ ચૂકવવામાં કંજૂસાઈ નથી કરી.આવકવેરા વિભાગમાં ટેક્ષ વસૂલવામાં છેલ્લા ત્રણ વર્ષથી બદલાવ કરવામાં આવ્યા છે. અને નેટ તેમજ ઈમેલ અને ફેસલેશ એસેસમેન્ટ કરવામાં આવે છે..
ગુજરાત રાજ્યમાં રાજકોટ આવકવેરા વિભાગનો ગ્રોથ રેશિયાની નોંધ ઓલ ઈન્ડિયા લેવલે લેવાઈ છે.ટેક્સ કલેકશનમાં આગળ રહેવાની સાથે આવકવેરા વિભાગે નવા કરદાતા શોધવાનો ટાર્ગેટ પણ હાંસલ કરવામાં સફળતા મળી છે. આ વર્ષે પાંચ મહિનામાં જ આવકવેરા વિભાગના ૩૫૮૫ કરોડના ટેકસ ટાર્ગેટ સામે ૯૮૦ કરોડ રિફડં ચૂકવ્યા બાદ આવકવેરા વિભાગે ૩૨૮ કરોડનો નેટ ટેકસ વસુલાત કરી છે. 1989 બેચના આઈઆરએસ જયંતકુમાર સુરત ખાતે પ્રિન્સિપલ ચીફ કમિશનરનો ચાર્જ નિભાવ્યા બાદ પ્રમોશન મળતા રાજકોટ આવકવેરા વિભાગના ચીફ કમિશનર તરીકે મૂકાતા જયતં કુમારે ગત 28ના રોજ ચાર્જ સાંભળ્યો છે તેમણે જણાવ્યું કે લોકોમાં પણ ટેકસ ચૂકવવા માટે જાગૃતતા આવી રહી છે.
બે વર્ષમાં વ્યકિતગત કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વર્ષે પ્રથમ ક્વાટર્સમાં ઓગસ્ટ માસના અંત સુધીમાં જ 12.75 લાખ કરદાતાઓ રિટર્ન ફાઇલ કર્યા છે તે આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સૌરાષ્ટ્ર્ર કચ્છમાં રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે.આવકવેરા વિભાગની તમામ કાર્યવાહી ફેશલેશ થઈ ગયા બાદ હવે લોકોમાં પણ આવકવેરા વિભાગ ની કામગીરી પર વિશ્વસનીયતા વધી છે અને ટેકસ ચૂકવવામાં પણ હવે લોકો પોતાની નૈતિક ફરજ સમજીને સમયસર ટેકસ ચૂકવતા થયા છે.
ઈન્કમટેકસની મોટી ડીમાંડ સામે વાંધો ઉઠાવીને મોટાભાગનાં કરદાતાઓ અપીલનો માર્ગ પસંદ કરતા હોય છે અને તેના કારણે વસુલાત પ્રક્રિયા અટકી જતી હોય છે ટેકસ ડીમાંડનાં 20 ટકા ચુકવીને કરદાતા અપીલમાં પહોંચી જતા હોય છે તેનો નિકાલ આવવામાં અનેક કિસ્સામાં વર્ષો લાગી જતા હોય છે.રાજકોટ ઈન્કમટેકસને 11681 કરોડની ઉઘરાણી બાકી છે. ચાલુ નાણા વર્ષંનાં પ્રથમ પાંચ માસમાં રિકવરીમાં 113 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે છતાં જુની નવી તમામ રિકવરી ગણવામાં આવે તો 11681 કરોડ જેવી જંગી રકમ બાકી છે. જે વસુલાત ટારગેટનાં ત્રણ ગણી વધુ છે.
એડવાંન્સ ટેક્ષ પે માં ટોપ 10 માં બાલાજી વફર્સ મોખરે
રાજકોટમાં ઈન્કમટેકસ રેન્જમાં કોર્પોરેટ કરતાં વ્યકિતગત કરદાતાઓની સંખ્યા ઘણી વધુ છે. વ્યકિતગત કરદાતા દ્વારા ચુકવાતા ટેકસની વિગતો જાહેર ન થઈ શકે છતાં કોર્પોરેટ ક્ષેત્રનાં અને એડવાન્સ ટેકસનાં આંકડાઓનાં આધારે સમગ્ર રાજકોટ રેન્જમાં સૌથી વધુ ઈન્કમટેકસ ચુકવનારા કરદાતા તરીકે બાલાજી વેફર્સનું નામ આવે છે. ગત વર્ષ ના ટોપ ટેન માં રાજકોટની બાલાજી વફર્સ મોખરે છે.