રાજકોટ જિલ્લાના 17,370 વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશીપની પરીક્ષા આપી
પેટા.. 33 કેન્દ્ર પર જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્વક પરીક્ષા યોજાય:મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી મહિને **₹1,000 ની સ્કોલરશીપ મળશે
શિષ્યવૃતિ માટેની પરીક્ષા રાજકોટ જિલ્લામાં લેવામાં આવી હતી. નેશનલ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાંથી 17,370 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જે રાજકોટ જિલ્લાના કુલ 33 કેન્દ્રો પર જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનાં નેતૃત્વ હેઠળ લેવામાં આવી હતી.
સ્કોલરશીપ માટે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે જેમાં મેરીટમાં આવનારને દર મહિને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ ધોરણ 9 થી 12 સુધી ચાર વર્ષ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે.
જિલ્લાના કુલ 33 કેન્દ્ર પર નેશનલ મેરીટ સ્કોલરશીપ ની પરીક્ષા માં 17370 વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિ માટે પરીક્ષા આપી હતી જેમાં ૧૮૦ માર્કસનું પેપર કુલ ત્રણ કલાકનું ઓએમઆર બેઇઝ લેવાયું હતું.
ડી.ઇ.ઓ. કિરિટસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ ઇસ્ટ ઝોનના યુ.આર.સી. કોઓર્ડીનેટર દીપકભાઈ સાગઠીયા અને તેમની ટીમ દ્વારા જાહેર રજા અને રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓને વધારાના ક્લાસીસમાં ટ્રેનિંગ આપી હતી. છેલ્લા બે વર્ષમાં વર્ષ 2023માં 51 અને વર્ષ 2024 માં 58 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા આ વર્ષે પણ આ સંખ્યામાં વધારો થાય તેવી આશા સેવાઈ રહી છે.