દિવાળીની ઉજવણી વચ્ચે આગ લાગવાના 146 બનાવો, ફાયરબ્રિગેડની ટીમો સતત દિવસ-રાત દોડતી રહી
કાલાવડ રોડ પર આવેલ રાધિકા જવેલર્સના શોરૂમમાં આગળનો ભાગ સળગી ગયો : મેટોડાના કારખાનામાં લાગેલી વિકરાળ આગ ફાયરબ્રિગેડે બુઝાવી હતી : ખુલ્લા વંડા અને કચરાના ઢગલા ઉપરાંત એરપોર્ટના ઘાસમાં આગ લાગવાના બનાવોથી ફાયર ફાઇટરના સાયરન સતત ગુંજતા રહ્યા
રાજકોટમાં દિવાળીના તહેવાર નિમિત્તે ચોમેર આતશબાજીઓ થઇ, શેરીઓ-ગલીઓમાં લોકોએ આનંદ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડયા જોકે આ દરમ્યાન તહેવારોના દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્ર લોકોની સલામતી અને સુરક્ષા માટે સતત દોડતું રહ્યું હતું. દિવાળીના તહેવાર દરમ્યાન ત્રણ દિવસમાં નાની-મોટી આગ લાગ્યાના 146 બનાવો ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા હતા. આ તમામ જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી આગ બુઝાવી હતી અને પ્રસંશનીય કામગીરી કરી હતી. આટલા બનાવો બનવા છતાં કોઇપણ જગ્યાએ સદનસીબે જાનહાની થઇ ન હતી.
તા.10ના રોજ કેવડાવાડી શેરી નં.10માં વંડામાં, શિવ પાર્ક રામેશ્ર્વર હોલ પાસે વીજ ટ્રાન્સફરની નીચે કચરામાં, કુવાડવા ગામે શકિત પ્લોટ પાસે ભંગારના ડેલામાં, રણછોડનગર શેરી નં.રના મકાનમાં પાર્કિંગમાં પાર્ક કરેલ સ્કુટરમાં, તા. 11ના લોધેશ્ર્વર શેરી નં. 6માં વંડાના કચરામાં, એરપોર્ટ દિવાલ પાસે ઘાસમાં, બોલબાલા માર્ગ વિરાણી અઘાટ ભંગારના ડેલામાં લાકડા અને પ્લાયવુડની સીટમાં, આહિર ચોક, લાલપાર્કના વંડામાં પાર્ક કરેલી બે કારમાં, રાજકોટ- જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે ઘાસના કચરા અને બોલેરોમાં આગ લાગી હતી.
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્ક શેરી નં.3માં કારમાં આગ લાગી હતી. ઘાંચીવાડ જુની જેલની સામે વંડામાં આગ લાગી હતી જે ફાયર બ્રિગેડે બુઝાવી હતી. એરપોર્ટ ગ્રાઉન્ડના ઘાસમાં, ગોકુલધામ મેઇન રોડ પર કચરામાં, સમ્રાટ ઈન્ડ. એરીયામાં ભંગારના ડેલાની બાજુમાં પડેલ કચરામાં, રૈયાધાર ડમ્પીંગ સ્ટેશનના કચરામાં, એસઆરપી કેમ્પ, પ્રતાપ ચોક કચરામાં આગ લાગ્યાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગ બુઝાવી હતી.
દિવાળીના દિવસે તા.12ના રોજ એરપોર્ટ ગ્રાઉન્ડમાં ઘાસમાં, ગાંધીગ્રામ પાસે વંડામાં, દિગ્વિજય રોડ મકાનમાં, નાના મવા રોડ સત્યમ પાર્ટી પ્લોટ પાસેના વંડામાં, અટીકા ફાટક પાસે કચરામાં, ટપુ ભવાન શેરી નં.રમાં કચરાના ઢગલામાં, સત્યમ પાર્ટી પ્લોટ વંડામાં, જંકશન કોલોનીના ખુલ્લા પ્લોટમાં, કેવડાવાડી શેરી નં. 14/5ના ખુણે ખુલ્લા પ્લોટમાં, કુવાડવા રોડ ગોકુલ હોસ્પિટલ પાસે વંડામાં, એરપોર્ટની અંદર કચરામાં, લાખના બંગલા પાસે ખુલ્લા વંડામાં, નાના મવા સર્કલ પાસે વાત્સલ્ય હોસ્પિટલ સામે વંડામાં, સંત કબીર રોડ જલગંગા ચોકમાં આવેલ વંડાના કચરાના ઢગલામાં આગ લાગી હતી, માંડા ડુંગરમાં ખુલ્લા પ્લોટમાં, મારૂતિનગરના વોંકળામાં, ગૌતમનગરના વંડામાં, મોટા મવા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં, બાલમુકુંદ શેરી નં.7ના વૃક્ષમાં, રામાપીર ચોકડી નજીક વંડામાં, સાગર નગર, માર્કેટીંગ યાર્ડની બાજુમાં કચરામાં, રિધ્ધિ સિધ્ધિ સોસાયટી, સ્વરાજ ઇન્ડ. કારખાનામાં બહારના ભાગમાં, આનંદ બગીચા પાસે કવાર્ટરમાં, નાકરાવાડી ગામે કચરામાં, ધોળકીયા સ્કુલ સામે ક્ધસ્ટ્રકશન ગોડાઉનમાં, ભગવતીપરા શેરી નં.10/3ના ખુણે આવેલ મકાનમાં, પેડક રોડ પર આંબેડકરનગર આસ્થા એવન્યુ ખાતે આવેલ મોબાઇલના ટાવરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે બુઝાવી હતી.
જાગનાથ પ્લોટના વંડામાં, એસ્ટ્રોન ચોક પાસે વંડામાં, કડીયાનગર-1માં વંડામાં, નાણાવટી ચોકમાં મકાનની છત ઉપર, નિલમ વીલા 80 ફુટના વંડામાં, જીવરાજપાર્કના વંડામાં, વાવડી અલય ગાર્ડન પાસેના ખેતરમાં, રામકૃષ્ણનગર પાસે વંડામાં, સાધુ વાસવાણી રોડ, અંજલી પાર્ક વંડામાં, મવડી પોલીસ હેડ કવાર્ટર વંડામાં, કાલાવડ રોડ પર આવેલ રાધિકા જવેલર્સમાં, ઘંટેશ્ર્વરના વંડામાં, ઉમાકાંત મેઇન રોડ પર વિજ વાયરના ટીસીમાં, લક્ષ્મીનગર બ્રીજ, રોયલ પાર્ક, અક્ષરનગર, જલારામ-2, કેનાલ રોડ કાપડ મોલની અંદર, કાલાવડ રોડ, સર્કિટ હાઉસ પાસે, ગીરીરાજ હોસ્પિટલવાળી ેશેરીમાં, સહકાર સોસાયટી શેરી નં.7માં, ગોવર્ધન ચોક, નંદા હોલ વગેરે વિસ્તારના ખુલ્લા વંડામાં, નાના મવા રોડ પર આવેલ ટીવીએસ શોરૂમની પાછળ પ્લાસ્ટીકના ભંગારના ડેલામાં વિકરાળ આગ લાગી હતી જે પાણીનો મારો ચલાવીને બુઝાવવામાં આવી હતી.
તા. 13ના નટરાજનગર મેઇન રોડ, સુભાષાચંદ્ર બોઝ ટાઉનશીપ, કેનાલ રોડ, વાવડી મુકિતધામ સામે, એરપોર્ટ રોડ આરએમસી ગાર્ડનની બાજુમાં, માસ્તર સોસાયટી શેરી નં. 7, જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે, મેયર બંગલા પાસે, સોમનાથ સોસાયટી-2, કાલાવડ રોડ ફિલ્ટર પ્લાન્ટ પાસે, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, મામા સાહેબ દરગાહ સામે, એરપોર્ટ ફાટક પાસે, રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસે, પંચાયત ચોક પાસે, રાણી ટાવર પાસે, ગાંધીગ્રામ-9, મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે, કિડવાઇનગર, સંતોષ પાર્ક, વિરાણી ચોક, આંબેડકરનગર આસ્થા રેસીડેન્સી, મોકાજી સર્કલ, કેવડાવાડી શેરી નં.3, કોઝી કોર્ટ યાર્ડ એપાર્ટમેન્ટ સામે, એરપોર્ટ ફાટક, સ્વસ્તિક સોસાયટીના વંડામાં આગ લાગી હતી.
ઉપરાંત પોપટપરા નાલા પાસે વૃક્ષમાં, ગીતગુર્જરી સોસાયટીના કચરામાં, ઘંટેશ્વર વર્ધમાનનગરના વંડામાં, ક્રિસ્ટલ મોલ સામે વંડામાં, ધરમનગર કવાર્ટરમાં, વૃંદાવન રેસીડેન્સીના પાંચમા માળે, બાલ્કનીમાં પડેલ વેસ્ટ સામાનમાં, પંચાયત ચોકમાં પીએફ ઓફિસની સામે પડેલી બસમાં, માયાણીનગરના કવાર્ટરમાં કચરામાં, આહિર ચોકમાં મકાનની છત પર, નવા 150 ફુટ રીંગ રોડ પર સેક્ધડ વાઇફ પાર્ટી પ્લોટ પાસે ખુલ્લા પ્લોટમાં, કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે ખુલ્લા વંડામાં, ગુંદાવાડી હોસ્પિટલ સામે છત પર, ચુડાસમા પ્લોટના વંડામાં, અવધના ઢાળીયા પાસે ખુલ્લા મેદનમાં, મેટોડાના ચારબી કોટન વેસ્ટ નામના કારખાનામાં મોટી આગ લાગી હતી જે બુઝાવવામાં આવી હતી. ઉપરાંત કોલેજવાડી શેરી નં.6માં ગ્રાફિકના કારખાનામાં આગ લાગી હતી.
પાંચ લાખની રોકડ સળગતા બચાવી લેવાઇ
ફાયર બ્રિગેડને જાણ થઇ હતી કે રણછોડનગરમાં આવેલ એક મકાનમાં સ્કુટરમાં આગ લાગી છે. તુરંત જ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આ સ્કુટરની બાજુમાં એક એકટીવા પડયુ હતું જેમાં રૂા. પાંચ લાખની રોકડ હતી જે બચાવી લેવાઇ હતી ઉપરાંત આ બિલ્ડીંગમાં જયાં આગ લાગી ત્યાં પાસે જ છ કરોડના ચાંદીનું કાચુ મટીરીયલ તૈયાર પડયું હતું તે પણ બચાવી લેવાયું હતું.
વંડામાં આગ લાગતા જુના તાલુકા પોલીસ સ્ટેશનના મુદ્દામાલને નુકસાન
કોઠી કમ્પાઉન્ડમાં પહેલા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન કાર્યરત હતું. જયાં હાલ એસઓજીની બ્રાન્ચ પણ બેસે છે. અહીં વંડા પાસે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મુદ્દામાલના રૂપમાં જપ્ત કરાયેલ વાહનો પડેલા છે. વંડામાં આગ લાગતા ફાયર બ્રિગેડે દોડી જઇ આગ બુઝાવી હતી પરંતુ મુદ્દામાલને નુકસાની થયાનું જાણવા મળેલ છે.