હવે છુપાવી જુઓ ! પાતાળમાંથી પણ દારૂ શોધી કાઢશે પોલીસડોગ આદ્રેવ’
ઘર અને ગાડીમાં તો ચપટી વગાડતાં જ દારૂ પકડી પાડશે: ૯ મહિનાની તાલીમ આપ્યા બાદ પોલીસને
આલ્કોહોલ ડિટેક્શન ડોગ’ની સોંપણી
આદ્રેવે'ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટમાંથી શોધ્યો
રાજકોટ બૂટલેગરો દારૂ છૂપાવવા માટે અવનવા કીમિયા અખત્યાર કરી રહ્યા હોવાથી ઘણી વખત સચોટ બાતમી હોવા છતાં પોલીસ દારૂ શોધી શકતી નથી. હવે આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા
આલ્કોહોલ ડિટેક્શન ડોગ’ને મેદાને ઉતાર્યો છે જે ઘર-ગાડી તો ઠીક પરંતુ પાતાળમાંથી પણ દારૂ શોધી કાઢશે. આ ડોગને આદ્રેવ' નામ આપવામાં આવ્યું છે જે લેબ્રાડોર બ્રિડનો છે.
આદ્રેવે’ ગુજરાતમાં સૌપ્રથમ વખત ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો.
ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડામાં આવેલી ડોગ ટે્રનિંગ સ્કૂલમાં પોલીસના સીનિયર ડોગ ટે્રનિંગ ક્નસલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવ'ને ૯ મહિના સુધી ખાસ તાલીમ આપવામાં આવી હતી જેમાં તે પાસ થયો હતો. આદ્રેવે રાજકોટની ઢેબર કોલોનીમાં આવેલા એક મકાનમાંથી દારૂ બનાવવા માટે વપરાતો ઠંડો આથો શોધી કાઢ્યો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા
આદ્રેવ’ને અગાઉ પ્રોહિબિશનના કેસ થયા હોય તેવા ઢેબર કોલોનીના મફતીયાપરામાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડેલા મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો જેના આધારે પોલીસે મહિલા સામે ગુન્હો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આદ્રેવ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે જે બૂટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીન સહિત કોઈ પણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડાયેલા આલ્કોહલને શોધી કાઢશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઈ સામગ્રીની સુગંધ પારખતાં જ ડોગ પગના પંજા મારીને અથવા તો બાર્કિંગથી સંકેત આપી દેશે.