સામા કાંઠે સરદાર રાસ મહોત્સવમાં પાસ મામલે રિક્ષા ચાલક ઉપર હુમલો
સામા કાંઠે કુવાડવા રોડ પર યોજાતા સરદાર રાસ મહોત્સવમાં સિક્યુરિટી સાથે પાસ મામલે ન્યુ શક્તિ સોસાયટી શેરી નં.6માં રહેતા જીલુભાઇ પ્રવિણભાઇ ભોળફાને માથાકૂટ થતાં તેને માર મારતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતાં
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે,જીલુભાઇ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. તેઓએ તેમના બંને પુત્રો માટે શ્રી ટેલીકોમ નામની દુકાનમાંથી સરદાર રાસ મહોત્સવના સીઝન પાસ લીધેલ હતા. ગઇકાલે તેમનો નાનો પુત્ર રાસ રમવા માટે જવાનો ન હોવાથી તેના મોટા પુત્રએ નાના ભાઇના પાસ પર મીત્રને લઇ ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો. જ્યાં હાજર સિક્યુરિટીએ બીજાના પાસ પર અન્ય કોઇ ન ચાલે તેમ કહી પુત્ર સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં પુત્રએ ઘરે આવી વાત કરતાં જીલુભાઇ પોતે ગ્રાઉન્ડ પર ગયા હતા અને પુત્ર સાથે થયેલ ઝઘડાની વાત કરતાં ઉશ્કેરાયેલા સીકીયુરિટી વાળાએ તેમને પણ માર માર્યો હતો.