સરકારી કચેરીઓમાં ત્રીજા દિવસે 320 વાહન ચાલકોએ હેલ્મેટનો દંડ ભર્યો
ટ્રાફિક પોલીસે કોર્પોરેશન, માર્ગ-મકાન વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ, **RTO, PGVCL સહીતની કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી 1.49 લાખનો દંડ ફટકારાયો
રાજકોટમાં સતત ત્રીજા દિવસે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશન, માર્ગ-મકાન વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ, **RTO, PGVCL સહીતની કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી 320 વાહન ચાલકોને કુલ રૂ.1.49 લાખનોદંડ ફટકાર્યો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સુચનાથી અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરી હેઠળ ઇન્ચાર્જ એસીપી વી.જી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક શાખાની જુદી જુદી ટીમો દ્વારા હાઇકોર્ટની સુચના અને જીએડી ડિપાર્ટમેન્ટ દ્વારા પરિપત્ર અનુસંધાને ગઈકાલ સતત ત્રીજા દિવસે સવારે 10:00 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ડીસીબી પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, દૂધસાગર રોડ પર આવેલ પીજીવીસીએલની વિભાગીય કચેરી, રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી, યાજ્ઞિક રોડ પર આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી આરટીઓ ઓફિસ સહિતની સરકારી કચેરી ખાતે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અને હેલ્મેટ ન પહેરનાર કર્મચારી અને અરજદારોને રોકડ અને ઈ ચલણ મારફત કુલ 320 વાહન ચાલકો પાસેથી રૂ.1.49 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો