શાપર વેરાવળના શ્રમિકના રૂ.12 હજાર રીક્ષા ગેંગે સેરવી લીધા
રીક્ષામાં બેઠેલા યુગલે ઉલટીનું બહાનું કાઢી કળા કરી
શાપર વેરાવળ નજીક ભરૂડી ટોલ નાંકા પાસે સેવેલ હોલ્ડ હાઉસ કંપનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સંજુ જવાહરલાલ શાહ(ઉ.વ.૨૦) પગાર થયા બાદ ઘરે વતનમા રૂ.૧૨,૫૦0 ટ્રાન્સફર કરવા મિત્રો સાથે રૂપિયા ટ્રાન્સફર કરવા રીક્ષામાં બેસી જતો હતો ત્યારે રિક્ષામાં બાજુમાં બેઠેલ એક મહીલા અને એક પુરૂષ ઉલ્ટીનું બહાનું કાઢી નઝર ચૂકવી ૧૨ હાજર સેવરી લીધા હતા અને બાદમાં રિક્ષા ચાલકે સ્પેશિયલ પેસેન્જર છે તેમ કહી અતુલ ઓટો નજીક ઉતારી દીધા અને સંજુ પાસેથી ભાડું પણ લીધું ન હતું તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકોએ રોકડ ભરેલું પર્સ ચોરી કર્યું છે.જેથી શાપર પોલીસમાં ફરિયાદ નોંધી હતી