રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત
રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં 48 દિવસમાં 5.84 કરોડનું સીઝર
રાજકોટ : લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ત્રીજી મે સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતની કામગીરી દરમિયાન શહેર અને ગ્રામ્યમાથી રૂપિયા રૂ. 5.83 કરોડના રોકડા અને સોના-ચાંદી ઉપરાંત દેશી અને વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો હોવાનું જિલ્લા ચૂંટણીતંત્રએ સતાવાર રીતે જાહેર કર્યું છે.જેમાં સૌથી વધુ સીઝર રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં થયું છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ 16મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તા.3જી મે સુધીમાં જુદી-જુદી નોડલ ટીમો દ્વારા આચાર સંહિતનાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કડક હાથે કામગીરી કરી કુલ મળી 5.83 કરોડના દારૂ, રોકડ, ડ્રગ્સ, અને સોના-ચાંદીના જપ્ત કરી ચૂંટણીપંચને રિપોર્ટ કર્યો છે.જેમાં રાજકોટ ગ્રામ્યમાં – શહેર પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
આચારસંહિતા અમલવારી દરમિયાન પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો ધોરાજીમાં ધોરાજીમાં 2.17 લાખ,ગોંડલ 41.50 લાખ, જસદણ 5.16 લાખ, જેતપુરમાં 34.65 લાખ, રાજકોટ પૂર્વમાં 92.03 લાખ, દક્ષિણમાં 7.83 લાખ, રાજકોટ પશ્ચિમમાં રૂ.327.60 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 72.53 લાખ મળી કુલ રૂપિયા 583.59 લાખની કિંમતનું સીઝર કરવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.