રાજકોટ જિલ્લામાં સિંહોના આંટાફેરા વધતાં ખુલ્લા કૂવામાં પડવાના અકસ્માત અટકાવવા
ખેડૂતોને પેરાપેટ વોલ બનાવવા સરકારે ગ્રાન્ટ ફાળવી
વનવિભાગ દ્વારા હાથ ધરાશે કામગીરી: જસદણ, જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યા છે સિંહોના આંટાફેરા
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના સિંહોના આંટાફેરા વધ્યા છે. જિલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો દેખાતા રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કૂવામાં અકસ્માતે સિંહ પડે નહિ તે માટે પ્રથમવાર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેમાં કોઈ ખેડૂત પોતાના ખેતરમાં રહેલા કૂવા ફરતે પેરાપેટ વોલ બનાવે તો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે.
ગીરના સાવજો છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ જિલ્લામાં પ્રવેશી રહ્યા છે અને અનેકવાર ગોંડલ, જેતપુર, જસદણ, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે. કેટલીકવાર વન્યજીવો રાત્રિના સમયે ખુલ્લા કૂવામાં પડી જતાં હોય છે ત્યારે આવા બનાવ અટકે તે માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ જાહેર કરી છે. આ અંગે રાજકોટ વન વિભાગના ડીસીએફ તુસાર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ખાસ કરીને જસદણ, જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ગિરમાંથી સિંહો આવી ચડતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. તેવામાં ખુલ્લા અકસ્માતે રાત્રિના સમયે ખુલ્લા કૂવામાં સિંહ પડવાના બનાવો બનતા હો ય છે જે અટકાવી શકાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને તેમના કૂવા ફરતે પેરાપેટ વોલ કે જમીન થી 1 થી દોઢ મીટર ઉંચી બનાવવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે. જેમાં જે ખેડૂત પેરાપેટ વોલ બનાવવા ઇકહુક હોય તેમણે રૂ.14 હજાર સુધીની સહાય મળશે. હાલ આ માટે કુલ 20 કૂવા ફરતે પેરાપેટ વોલ બનાવવા માટેની ગ્રાન્ટ આવી છે.