રાજકોટ જિલ્લામાં વધુ બે નવા પોલીસ મથકો કાર્યરત થશે
ગોંડલ બી ડિવિઝન અને જેતપુર ઉધોગનગર પોલીસ મથક ટુંક સમયમાં શરૂ થશે
પરપ્રાંતિયોના રજીસ્ટ્રેશન માટેની કામગીરીમાં જિલ્લા પોલીસ અવ્વલ નંબરે ૮૫ ટકા કામગીરી પૂર્ણ
રાજકોટ તા
રાજકોટ જિલ્લાની વધતી ૨૦ લાખે પહોંચી છે ત્યારે વધતી જતી વસ્તી માટે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા જિલ્લામાં પોલીસ સ્ટેશને વધુ સુવિધા યુક્ત બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબત કરવા વધુ નવા બે ગોંડલ બી ડિવિઝન અને જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનોને ટૂંક સમય માં શરૂ કરવામાં આવશે જેની મંજૂરી ગુહ વિભાગ દ્વારા આપવામાં આવી છે. નવા બે પોલીસ મથક શરૂ થયા બાદ જિલ્લામાં કુલ ૨૧ પોલીસ સ્ટેશન થસે
રાજ્યમાં 1960ના યાર્ડસ્ટીક અમલમાં આવ્યા બાદ તે મુજબનું વર્ષો જૂનું પોલીસનું મહેકમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. વર્ષ-1960 બાદ રાજયની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યની પ્રગતિની સાથે તમામ ભૌગોલિક વિસ્તારોનો પણ વિકાસ થયો છે. જિલ્લામાં ઔધોગિક અને રોજગાર ક્ષેત્રે વધારો થયો સાથે સાથે આધુનિક ટેકનોલોજીની સાથે આજે સામાન્ય ગુનાઓ તેમજ સાઇબર ક્રાઇમના પ્રકાર પણ બદલાયા છે. આ જરૂરીયાતો ધ્યાને રાખીને પોલીસના આધુનિકરણની સાથે તેના મહેકમ અને પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ રહી છે. જેના ભાગરૂપે આ નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવીને સંભવિત ગુનાઓને અટકાવી શકાશે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ ૧૯ પોલીસ સ્ટેશન કાર્યરત છે. વધારાના નવા પોલીસ મથક જેમાં જેતપુર ઉદ્યોગનગર, ધોરાજી અને ગોંડલ માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં જિલ્લાના ગોંડલ અને જેતપુરમાં બે નવા પોલીસ મથક શરૂ કરવાની મંજૂરી આપમવામાં આવી છે. ટુંક સમયમાં ગોંડલ બી-ડિવિઝન અને જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન શરૂ કરવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત નવું સાઇબર ક્રાઇમ પોલીસ મથક પણ ચાલુ વર્ષે શરૂ થશે,રાજકોટ જિલ્લા પોલીસની કામગીરી અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે હાલ રાજકોટ જિલ્લામાં ઘરઘાટી અને ભાડૂઆત તેમજ અન્ય રાજ્ય કે જિલ્લા માંથી ખેત મજૂરીએ આવતા ભાગીયા તેમજ પરપ્રાંતિયોના રજીસ્ટ્રેશન માટેની કામગીરી માં જિલ્લામાં અન્ય રાજ્ય માંથી આવેલ ૮૫ ટકા જેટલા પરપ્રાંતિયોની ઓનલાઈન નોંધણી થઈ ચૂકી છે. ખેત મજૂરી માટે આવતા ભાગીયા નું આધારકાર્ડ સહિતના પુરાવા નજીકના પોલીસ મથકમાં જમા કારવવા આવી રહ્યા છે. ગુજરાતનાં અન્ય જિલ્લા કરતાં રાજકોટ જિલ્લો પરપ્રાંતિયોની ઓનલાઈન નોંધણી માં સૌથી આગળ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં લોધિકા અને શાપર-વેરાવળ જેવા ઔધોગિક વિસ્તારો ઉપરાંત પીપીપીના ધોરણે સીસીટીવી કેમરા લગાવવાની કામગીરીમાં જિલ્લામાં શાપર અને લોધિકા હાઇવે ઉપર સીસીટીવી ઘણા સમયથી કાર્યરત છે. સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસ પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે એક કેમ્પેઇન ચલાવવા માં આવી રહ્યું છે. દર મહિને આવા અવેરનેશ માટે ૧૫ જેટલા કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ ગ્રામ્ય વિસરતોમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકદરબાર પણ યોજાય છે. ગ્રામ્ય વિસતારોમાં સાઇબર ક્રાઇમ બાબતે વધુ જગુરતતા લાવવા માટે હવે પંચાયત સહિતના જાહેર સ્થળોએ પોલીસ દ્વારા મોટા બેનરો લગાડી ગ્રામીણલોકોને સાઇબર ફ્રોડનો શિકાર ન બને તે માટે જાગૃત કરશે.