રાજકોટ : ઉમંગ અને ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી
તીથીનાં કન્ફયુઝન વચ્ચે લોકોએ દીપોત્સવ ઉજવ્યો
આજે ધોકો અને કાલે નવું વર્ષ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લાભ પાંચમ સુધી રહેશે ‘બંધ’નો માહોલ
દેશ અને દુનિયામાં દિવાળીનું પર્વ ભારે ઉમંગ અને ઉલ્લાસ સાથે મનાવાયુ છે. ભારતમાં દિવાળી માત્ર ઉત્સવ જ નહી પરંતુ એનાથી પણ કંઇક વિશેષ છે. પ્રકાશના આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં આનંદઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ભારતના જુદા-જુદા રાજ્યોમાં દિવાળીના ઉત્સવની ઉજવણી પણ જુદી-જુદી રીતે કરવામાં આવી છે. ક્યાંક ફટાકડા ફોડીને તો ક્યાંક મિષ્ટાન બનાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો વળી ક્યાંક ગાયોનું પૂજન કરવામાં આવ્યુ હતુ. આ વખતે જુદી જુદી ઉજવણીની તીથી અંગે ભારે કન્ફયુઝન હતું આમ છતાં લોકોએ તારીખ અનુસાર ઉજવણી કરીને આ પર્વ
ગુજરાતની દિવાળીની ઉજવણીની વાત કરવામાં આવે તો દિવાળી એક વિશેષ તહેવાર છે. પ્રકાશના આ પર્વની ઉજવણી ગુજરાતમાં અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી ચાલે છે. દિવાળી પછી શુક્રવારે ધોકો છે અને શનિવારે પડવાના દિવસે ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થાય છે. આ વખતે ગુજરાતમાં ભારે ઉલ્લાસ સાથે દિવાળીના તહેવારની ઉજવણી થઇ છે. લોકોએ ધૂમ ખરીદી કરી છે અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપ્યુ છે.
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની ઉજવણી કચ્છમાં સરહદે બી.એસ.એફ.ના જવાનોની સાથે કરી હતી. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી કાર્નિવલ યોજાયા હતા અને લાખ્ખો લોકોએ તે માણ્યો હતો.
શુક્રવારે ધોકો છે અને શનિવારે નવું વર્ષ છે તેથી લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે અને પછી લાભ પાંચમ સુધી વેકેશન મોડમાં રહેશે..ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાભ પાંચમ સુધી બંધનો જ માહોલ હોય છે.