રાજકોટમાં 4 લાખથી વધુ પરપ્રાંતિયો !! નોંધણી થઈ શકશે ??
રાજકોટમાં 1 લાખ નેપાળી,1 લાખ બંગાળી અને 2 લાખ જેટલા અન્ય પરપ્રાંતિયો રહે છે
રાજકોટ તા 7
રાજકોટના સોની બજારમાંથી ગુજરાત એ.ટી.એસ.એ અલકાયદા સાથે સકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને પકડી પાડતા ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટના બાદ સફાળી જાગેલી રાજકોટ પોલીસે બહારના રાજ્યો અને દેશથી શહેરમાં નોકરી રોજગાર માટે આવતા લોકોની નોંધણી ફરજીયાત બનાવી છે. ઉપરાંત પરપ્રાંતીયોને મકાન કે દુકાન ભાડે આપતા પહેલા નોંધણીના નિયમનું ફરજીયાત પાલન કરવા પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા રાજકોટ શહેરમાં અન્ય રાજ્યમાંથી આવેલ આવા 4 લાખ થી વધુ પરપ્રતિયો છે ત્યારે આ તમામની નોંધણી શક્ય બનશે જોકે હાલ પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે. શહેરમાં 1 લાખથી વધુ નેપાળી જ્યારે 1 લાખ જેટલા બંગાળી જ્યારે અન્ય 2 લાખ જેટલા અન્ય રાજ્યોના પરપ્રાંતનિયો વસવાટ કરે છે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં બહારથી આવતા ઈસમો મકાન ભાડે રાખી ઔધોગિક એકમો તથા દુકાનોમાં નોકરી કરવા આવી ગુન્હાઓ આચરી નાસી જતા હોય જેથી ગુન્હાઓ શોધવામા ખુબ જ મુશ્કેલી ઉભી થતી હોય જેથી મકાન,દુકાનો કે ઔધોગિક એકમો ભાડે આપતી વખતે તથા ઔધ્યોગીક એકમોમાં તથા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોયા,વોચમેન,માળી મજુરો કામે રાખતી વખતે નજીકના પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જે જાહેરનામાનો ચુસ્ત પણે અમલ કરાવવા પોલીસની અલગ અલગ ટીમ ચેકિંગ કરી રહી છે. નોંધનીય છે કે રાજકોટ ઔદ્યોગીક હબ તરીકે ઉભરી આવ્યું હોવાથી રોજગારી માટે અન્ય રાજ્યો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. બહારથી આવતા ઘાણા પરપ્રાંતિયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય છે. રાજકોટમાં આવા 4 લાખથી વધુ પરપ્રાંતિયો છે ત્યારે આ તમામન નોંધણી પોલીસ કરી શકશે તે સૌથી મોટો સવાલ છે.રાજકોટ શહેરમાં બનતા લૂંટ, ધાડ, હત્યા તથા અપહરણ જેવા ગુન્હાઓમાં રહેણાંક વિસ્તારના મકાનો બંગલા દુકાનો/કારખાનાઓ/ઔદ્યોગિક એકમો ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરી જેવા વ્યવસાયિક એકમોમાં કામ કરતા વ્યકિતઓ મકાન માલિકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે. જેના લીધે જાહેર સલામતિ અને શાતી જોખમાય છે.
આથી રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મકાનો, બંગલા, દુકાનો કારખાનાઓ/ઔદ્યોગિક એકમો/મકાન બાંધકામ/ બિલ્ડર્સ/ ટેક્ષટાઇલ ઉધોગ/હિરા ઉધોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેક્ટરના માલીકો ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરો મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા અન્ય રાજ્યોના પરપ્રાંતિયોની નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઇટ અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ઓનલાઇન નોંધણી કરાવવા પોલીસ હવે કડક હાથે કામ કરી રહી છે અને આ જાહેરનામાનો કડક અમલ કરવવા પોલીસ કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે