રાજકોટમાં ૨૪ કલાકમાં આગના ત્રણ બનાવો
સિલ્વર કોટનમાં જમીનથી ૭ ફૂટ નીચે અને ગંજીવાડામાં બે કારખાનામાં આગ ભભૂકી
વોઈસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ સ્થળે આગ લાગ્યાના બનાવો બન્યા હતા જેમાં નગરપીપળીયા પાસે આવેલ સિલ્વર કોટનમાં જમીનથી ૭ ફૂટ નીચે લાગેલી આગ ફાયરબ્રિગેડે બુઝાવી હતી જેમાં આશરે ૧૫ થી ૨૦ લાખનું નુકશાન થયાનું માલિક નિશાંત બુસાએ જણાવ્યું હતું. જયારે ગંજીવાડામાં સુવર્ણ ટેક્નોકાસ્ટ હાર્ડવેર નામના કારખાનામાં અને બાજુના અલ્પેશ સરફેશ કાસ્ટીંગ નામના કારખાનામાં આગ ભભૂકી ઉઠતાં એક કલાકે આગ કાબુમાં લીધી હતી. બંને કારખાનમાં હાર્ડવેર પ્રોડક્ટનો કાચો પાકો માલ, ફર્નિચર, શેડ, ઓફિસ એમ બધુ જ ખાખ થઇ ગયું હતું. સુવર્ણ ટેક્નોકાસ્ટમાં ત્રીસ ચાલીસ લાખની નુકસાની થઇ છે. તેમજ બાજુના અલ્પેશ સરફેસ કારખાનામાં લાખોની નુકસાની થઇ છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું ન હોઇ એફએસએલની મદદથી તપાસ શરુ કરવામાં આવી છે.