રાજકોટમાં બે બુકાનીધારી દ્વારા એટીએમ તોડી ચોરીનો પ્રયાસ
સાઇરન વાગતા ત્રણ મિનિટમાં પોલીસ પહોંચી ગઈ:તહેવારો ઉપર રાખેલી લાખોની રોકડ બચી ગઈ
રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે છેલ્લા ઘણા દિવસથી ચોરીના બનાવો વધ્યા છે ત્યારે રાજકોટમાં એરપોર્ટ રોડ ઉપર આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી ચોરીના પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે સાયરન વાગતા સિક્યોરિટી એજન્સી દ્વારા પોલીસને જાણ કરતા માત્ર ત્રણ મિનિટમાં પ્ર. નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરતાં બે બુકાનીધારી દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે સીસીટીવીને આધારે શહેરભરમાં નાકાબંધી કરાવી હતી અને બન્ને શખ્સોને શોધવા તપાસ શરૂ કરી છે.
ટ્રાફિકથી ધમધમતા એવા એરપોર્ટ રોડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય ત્યારે હતો. એટીએમની અંદર લગાવવામાં આવેલું સાઇરન વાગ્યું અને તેની જાણ સિક્યુરિટી એજન્સીને થઈ હતી. જેથી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાંને જાણ કરી હતી. એટીએમ તૂટવા અંગેનો મેસેજ મળતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને પીસીઆર માત્ર ત્રણ મિનિટમાં એરપોર્ટ રોડ ઉરપ પહોંચી હતી. સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે એસબીઆઈનું એટીએમનું શટર કોઈ સાધન વડે ઉચકાવવામાં આવ્યું હોવાનું દેખાયું હતું.બેન્ક અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં બે બુકાનીધારી દેખાયા હતા. સીસીટીવીમાં દેખાયેલ બન્ને શખ્સો અંગે પોલીસે શહેરમાં નાકાબંધી કરી હતી જોકે હજુ સુધી કોઈ માહિતી પોલીસને મળી નથી તહેવારોને કારણે એટીએમમાં લાખોની રકમ હોય જે બચી ગઈ હતી. ક્રાઇમ બ્રાંચ,એસઓજી અને સ્થાનિક પ્ર. નગર પોલીસ તેમજ એલસીબીની ટીમ તપાસમાં લાગી છે.