રાજકોટમાં એક સપ્તાહમાં 7 સ્થળે 18000 વૃક્ષનું વાવેતર કરાયું
રાજકોટ શહેરનું પર્યાવરણ સુધરે અને ગ્રીન સ્પેસમાં વધારો થાય તે માટે શહેરી વિસ્તારમાં મહત્તમ વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે તા.2/8/2023ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી શહેરના જુદા-જુદા સ્થળે ઑક્સીજન કોર્નર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ઑક્સીજન પાર્કના નિર્માણ માટેના જુદા-જુદા સાત સ્થળે કુલ 18000થી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ જ શહેરના વિવિધ રસ્તાઓની વચ્ચે ડીવાઈડર ગેપ ફિલિંગ અને વિવિધ ગાર્ડનમાં ગેપ ફિલિંગ માટે પણ 22300 જેટલા રોપ અને ક્ષુપ વાવવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે એક યાદીમાં જણાવ્યું હતું.