રાજકોટના ૩ પોલીસ સ્ટેશનમાં સેક્નડ પીઆઇ મૂકાયા
રાજકોટમાં ફિલ્ડ તાલીમ માટે પોસ્ટિગ પામેલા ત્રણ પીઆઈની પોલીસ સ્ટેશનમાં નિમણૂક
રાજ્યમાં તાજેતરમાં ૨૭ માસની તાલીમ પૂર્ણ કરી ૩૧ બિનહથિયારી પીઆઈને ફિલ્ડ તાલીમ માટે અલગ અલગ જિલ્લામાં બદલી આપવામાં આવી હતી જેમાં રાજકોટમાં ત્રણ પીઆઇને પોસ્ટિગ આપવામાં આવ્યું હતું. જે ત્રણ પીઆઈને ભક્તિનગર,પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સેક્નડ પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ ૨૭ માસની તાલીમ પૂર્ણ કરીને ફિલ્ડ તાલીમ માટે રાજકોટ પોસ્ટિગ પામેલા પીઆઇ બી.બી. જાડેજા ,એસ. વી. ગિલવા અને પી. આર. ડોબારીયાને સેક્નડ પીઆઇ તરીકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. જેમાં પીઆઇ બી.બી. જાડેજાને ગાંધીગ્રામ પોલીસમાં ,પીઆઇ એસ. વી. ગિલવાને ભક્તિનગર પોલીસમાં અને પી.આર. ડોબારીયાને પ્રદ્યુમન નગર પોલીસમાં સેક્નડ પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે. જેમાં તમામ પીઆઈને ફિલ્ડ ટે્રનીગ મળી રેહશે.
