રાજકોટઃ હોસ્પિટલ ચોકમાં વાહન ચાલકો ઉપર RTOની તવાઇ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્કુલે જતાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકેો કે જેઓની પાસે કોઇપણ પ્રકારના લર્નીગ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેમ છતાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇને નિકળ્યા હોય તેવા લોકો સામે આજે આર.ટી.ઓ. અધિકારી કેતનભાઇ ખપેડના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.