મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આંતક મચાવનાર સમડી ગેંગના બે સાગરીતોને 7 વર્ષની સજા
મહેસાણાના તત્કાલીન એસપી અને હાલ રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ હતી
મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર એમ ત્રણ જિલ્લામાં આંતક મચાવનાર સમડી ગેંગના બે આરોપીઓને મહેસાણા પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજે સાત વર્ષની સજા અને સાત હજાર દંડ ફટકાર્યો હતો.આ કેસમાં મહેસાણાના તત્કાલીન એસપી અને હાલ રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ કરેલ કાગળોને આઘારે કોર્ટે સજા ફટકારી છે.
વિસનગર ખાતે રહેતા વિષ્ણુભાઈ જોઈતાભાઈ પટેલ પત્ની કોકિલાબહેનને મોટરસાઇકલ પર બેસાડી વિજાપુર જઈ રહ્યા હતા ત્યારે મોતીપુરા ગામ નજીક પાછળથી મોટરસાઇકલ પર આવેલા લક્ષ્મણભાઈ કેશાભાઈ ખુમાભાઇ મારવાડી અને ઠાકોર ટીનાજી રાજાજી એ તેમના મોટરસાઇ કલને ટક્કર મારી પાછળ બેઠેલા કોકીલાબેન ગળામાંથી સોનાનો દોરો છૂટવાનો પ્રયત્ન કરતા તેઓ ચાલુ મોટર સાઇકલ પરથી નીચે પડી ગયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી ડીસી જેને લઇ તેમનું કરૂણ મોત નિપજયું હતું.
ઉપરાંત આ બંને શખ્સોએ વિજાપુરમાં શ્યામવિહાર બંગ્લોઝમાં રહેતા કૈલાશબેન નિમેશભાઈ પટેલ ના ગળામાં સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી. આ બંને શખ્સો સામે મહેસાણાના તત્કાલીન એસપી અને હાલ રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન સજ્જડ પુરાવા સાથે કાગળો કોર્ટમાં રજૂ કર્યા હતા જે કેસ મહેસાણા પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ રિઝવાના બુખારી સમક્ષ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ આર. પટેલે રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા તેમજ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે લક્ષ્મણ મારવાડી અને ટીના ઠાકોરને સાત વર્ષની સન્ન કેદની સજા અને સાત હજાર દંડ ફટકાર્યો હતો.