નોનવેજની રેંકડીઓ હટાવવા મેયરનો આદેશ
વૉઈસ ઑફ ડે’ની ઝુંબેશને બિરદાવવાની સાથે સાથે મન પડે ત્યાં ખડકાયેલી રેંકડીઓને જપ્ત કરવા દબાણ હટાવ શાખાને દોડાવાશે: મેયરના હુકમ'ને શાખા કેટલી ગણકારે છે તે જોવું રસપ્રદ ! વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટમાં ઈંડા-નોનવેજની ગેરકાયદેસર રેંકડીઓનું દૂષણ એટલી હદે વ્યાપી ગયું છે કે હવે તો વેજિટેરિયન લોકો ભારે રોષ સાથે એવું કહી રહ્યા છે કેઅભારું દૂર્ભાગ્ય છે કે અમારે સાંજ પડે એટલે જ્યાં ત્યાં લટકતું માંસ, ઈંડાનો વઘાર જોવા પડી રહ્યો છે…આ માટે માત્રને માત્ર મહાપાલિકાનું નઘરોળ' તંત્ર જ જવાબદાર છે' લોકોની દુભાઈ રહેલી લાગણીને ન્યાય આપવા માટેવૉઈસ ઑફ ડે’ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને ભદ્ર સમાજનો હૃદયપૂર્વકનો આવકાર મળી રહ્યો છે સાથે સાથે ફૂડ શાખાએ તો એક્શનમાં આવી જઈને દસેક રેંકડીઓ ઉપર દરોડો પાડીને ચેકિંગ કર્યું હતું પરંતુ દબાણ હટાવ શાખા ભેદી' રીતે આળસ કરી રહી હોય આખરે મેયરે પોતે આ દિશામાં રસ લઈને ઈંડા-નોનવેજની રેંકડીઓને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન મેયર નયનાબેન પેઢડીયાએવૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દૂષણને દૂર કરવાની જવાબદારી મહાપાલિકાની જ છે અને તે સુપેરે નીભાવવામાં આવે તેના માટે કોઈ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. આ અંગે દબાણ હટાવ શાખાના અધિકારી કેપ્ટન બારીયાને તાત્કાલિક રેંકડીઓ જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવે ખુદ મેયરે આ પ્રકારનો આદેશ આપ્યો છે ત્યારે દબાણ હટાવ શાખા ખંતપૂર્વક કામગીરી કરે છે કે પછી ઉપરછલ્લી' ફરજ બજાવીને કામ કર્યાનો સંતોષ માની લ્યે છે અથવા તો મેયરનેઅમે કામ કર્યું છે’ તેવું કહીને ઉઠા ભણાવે છે ?
