પતિ ઓફિસે ગયો’ને બીજી કલાકે પત્નીનો ફાંસો ખાઈ આપઘાત
લગ્ન દોઠ વર્ષમાં જ પરણિતાએ જિંદગી છેડો ફાડી નાખ્યો, મોતનું કારણ રહસ્ય બન્યું
શહેરના અયોધ્યા ચોક નજીક આવેલી ગાયત્રીધામ સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય પરણિતાએ પતિ ઓફિસે ગયાની બીજી કલાકે ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. જો કે તેણી ક્યાં કારણસર આ પગલુંભર્યું તે રહસ્ય જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
મળતી વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની પાછળ આવેલી ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા હેમાલીબેન યશ મકવાણા ( ઉં.વ ૨૪) નામની પરણિતાએ ગઈકાલે સવારે ૧૨ વાગ્યા આસપાસ પોતાના ઘરે બીજા માળે બેડરૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. તેણીન સાસુ નયનાબેન નીચે ફળિયામાં ઘરકામ પૂરું કરી ઉપર આવતા જ હોલનો દરવાજો અંદરથી બંધ હોય જેથી તેઓ પતિ સુરેશભાઈને આ બાબતે જાણ કરી હતી. સુરેશભાઈ ઘરે પહોંચી પોતાની પાસે રહેલી એક્સ્ટ્રા ચાવીથી હોલનો દરવાજો ખોલી અંદર જતા હેમાલી પોતાના રૂમમાં લટકતી જોવા મળી હતી. જેથી તુરંત જ તેણીને નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે જાણ કરતા સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું કે, હેમાલીના લગ્ન દોઢ વર્ષ પુર્વ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા યશ મકવાણા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. ગઈકાલે સવારે ૧૦ વાગ્યા આસપાસ યશ ઓફિસે ગયો હોય ત્યારે પાછળથી હેમલીબેનએ આ પગલું ભરી લીધું હતું. તેણીના પિતા સોમનાથ સોસાયટીમાં રહે છે.જો કે પોલીસે મૃતક હેમાલીના પિતા વિનોદભાઈ પરમારનું નિવેદન નોંધ્યું છે. પરણિતાએ કયા કારણસર આ પગલુંભર્યું તે જાણવા પોલીસે આગળની તપાસ યથાવત રાખી છે.