થોરાળામાં સામું જોવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી
થોરાળામાં સામું જોવા બાબતે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારીમાં થયા બાદ બન્ને પક્ષે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
અવધ પાર્ક સોસાયટીમાં રહેતાં જીગ્નાશાબેન નરેશભાઇ દવેરાની ફરિયાદને આધારે સંજય સોલંકી, રોહીત સોલંકી, ભરત સોલંકી, લક્ષ્મણ સોલંકી, શાન્તુબેન સોલંકી, ભાવનાબેન સોલંકી, જયાબેન, વિનતાબેન પરમાર સામે જ્યારે સામા પક્ષે ગોકુલપરા સોસાયટી શેરી નં.10 માં રહેતાં ભાવનાબેન સંજયભાઇ સોલંકી (ઉ.વ.35) ની ફરિયાદને આધારે નરેશ દવેરા, વિનય દવેરા, નીશાબહેન, જાગુબહેનઅને સુનીતા સામે ગુનો નોંધાયો હતો. સામું જોવા બાબતે થયેલ ઝગડા બાદ મારામારી થઈ હતી. અગાઉ બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ હોય ત્યારથી બન્ને પરિવારો એક બીજા સાથે બોલતા ન હોય સામે જોવા બાબતે ફરી માથાકૂટ થઈ હતી. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.