ચા-પાણીની દુકાનો સીલ થઇ શકે તો ગેરકાયદે ખડકેલી દુકાનો- રેંકડી બંધ કેમનો થાય ?
સજ્જડ કાર્યવાહી કરીને નમૂનારૂપ દાખલો બેસાડવાની એકેય પદાધિકારી-અધિકારીમાં હિંમત નથી ?
તંત્રના જવાબદારો… ભદ્ર સમાજ તમને પૂછી રહ્યો છે, ‘ઝમીર’ જીવતું હોઈ તો જવાબ આપજો….!
મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલના ૧૦૦૦ કેમેરામાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ થઈ શકે તો પછી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખડકાયેલી ઈંડા-નોનવેજની રેંકડીઓ કે દુકાનો ન દેખાઈ શકે ?
નિયમની ધજ્જીયા ઉડાવીને ગમે ત્યાં ઈંડા-નોનવેજની રેંકડીને ખડકાઈ જવાની મંજૂરી' આપી શકતા હોવ તો પછી દારૂના વેચાણને પણ છૂટ આપી જ દો, પ્રબુદ્ધ નાગરિકોનું હાડોહાડ ખૂંચી જાય તેવું
ગંભીર’ સુચન !!!
ગંદકી ફેલાવતી, દબાણ કરતી, ઈંડા-નોનવેજની ભેળસેળયુક્ત વાનગીઓ વેચતી રેંકડી-દુકાનો પર જઈ ચડીને કાર્યવાહી કરવાનો મનપાની `કહેવાતી’ જાંબાઝ શાખાઓમાં દમ નથી ?
વૉઈસ ઑફ ડે, રાજકોટ
શહેરમાં મન પડે ત્યાં રેંકડી ખડકી દઈને અથવા તો દુકાનમાં ઈંડા-નોનવેજનું લાયસન્સ વગર જ વેચાણ થઈ રહ્યાના વિરોધમાં વૉઈસ ઑફ ડે’ દ્વારા શહેરીજનોનોઅવાજ’ બનીને ઝુંબેશ ચલાવવાનું બીડું ઝડપી લીધું છે જેને ભરપૂર આવકાર મળી રહ્યો છે. સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો તંત્રના જવાબદારોને એવું પણ પૂછી રહ્યા છે કે જો ગંદકી ફેલાવતી ચા-પાન-નાસ્તાની હોટેલ-દુકાન સીલ થઈ શકતી હોય તો પછી આખા શહેરમાં નિયમની ધજ્જીયા ઉડાવીને આડેધડ ખડકાઈ ગયેલી-શરૂ થઈ ગયેલી ઈંડા-નોનવેજની રેંકડી કે દુકાનો સીલ થઈ શકે અથવા તો બંધ ન થઈ શકે ? શું આ દિશામાં સજ્જડ કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની મહાપાલિકાના એકેય પદાધિકારી કે અધિકારીમાં હિંમત જ બચી નથી ? હવે જો જવાબદારોનું ઝમીર’ જીવતું હોય તો તેમણે નાગરિકોના આ સવાલનો જવાબ અચૂક આપવો જ જોઈએ અન્યથા લોકોનો તંત્ર પરથી ભરોસો જ ઉઠી જશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. મહાપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલના ૧૦૦૦ સીસીટીવી કેમેરા આખા શહેર ઉપર બાજનજર રાખી રહ્યા છે અને તેના મારફતે જ સફાઈ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે સાથે સાથે શહેરમાં ગમે ત્યાં પાન-ફાકી ખાઈને પીચકારી મારતાં લોકોને ઈ-મેમો પણ ફટકારાઈ રહ્યો છે પરંતુ જ્યારે વાત ઈંડા-નોનવેજની રેંકડીઓની વાત આવે ત્યારે આ કેમેરાને શું થઈ જાય છે તે સવાલ પૂછી લેનારી વાત છે. શા માટે આ કેમેરા ઈંડા-નોનવેજની રેંકડીને પકડી શકતા નથી કે પછી સ્ટાફ જ પકડવા માંગતો નથી ? તંત્રવાહકોને હાડોહાડ ખૂંચી જાય તેવુંગંભીર’ સુચન કરતાં શહેરીજનો જણાવી રહ્યા છે કે જો નિયમની ધજ્જીયા ઉડાવીને ગમે ત્યાં ઈંડા-નોનવેજની રેંકડીને ખડકાઈ જવાની મંજૂરી’ આપી શકાતી હોય તો પછી દારૂના વેચાણને પણ છૂટ આપી જ દેવી જ જોઈએ !!! મુખ્યત્વે ઈંડા-નોનવેજના દબાણને દૂર કરવાની જવાબદારી ચાર શાખાઓના હાથમાં રહેલી છે જેમાં ફૂડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દબાણ હટાવ અને વિજિલન્સ બ્રાન્ચનો સમાવેશ થાય છે પરંતુ ગંદકી ફેલાવતી, દબાણ કરતી, ઈંડા-નોનવેજની ભેળસેળયુક્ત વાનગીઓ વેચતી રેંકડી-દુકાનો પર જઈ ચડીને કાર્યવાહી કરવાનો મનપાનીકહેવાતી’ જાંબાઝ શાખાઓમાં દમ રહ્યો નહીં હોય ? તેવી વાત પણ શહેરીજનો પૂછી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ કેમ આડેધડ પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ નથી કરતી ?
ભદ્ર સમાજ દ્વારા એવો સવાલ પણ ઉઠાવાયો છે કે મોટાભાગની રેંકડીઓ ઉપર ટોળાં વળીને લોકો નાસ્તો-ભોજન કરી રહ્યા હોય છે ત્યારે આ લોકો પોતાના વાહનો જે રીતે પાર્ક કરે છે તેના કારણે અન્ય વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બની જાય છે ત્યારે શા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રેંકડી-હોટેલો ફરતે આડેધડ પાર્ક કરાયેલા વાહનોનું ટોઈંગ કરવામાં આવી રહ્યું નથી ? શું પોલીસ પણ મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓની જેમ ડરી રહી હશે ?
આ તે વળી કેવું ? રેંકડી ફરતે ગોઠવાયેલા ટેબલ-ખુરશી શહેરીજનોને દેખાય, જવાબદારો નહીં !
સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઈંડા-નોનવેજની રેંકડી પાસેથી પસાર થાય એટલે ત્યાં પથરાઈ ગયેલા ટેબલ-ખુરશી શહેરીજનોને દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રના એકેય જવાબદારોને આ દબાણ દેખાઈ રહ્યું નથી ! શું જવાબદારો અહીંથી પસાર થતાં હશે ત્યારે તેઓ આંખે પાટા બાંધી લેતાં હશે કે પછી ઈંડા-નોનવેજની રેંકડી કે દુકાન આવે એટલે આંખો બંધ કરી લેતા હશે ?
ઈંડા-નોનવેજની રેંકડી-દુકાને નશેડી’ઓ એકઠા થઈ રહ્યાનો આક્ષેપ, પોલીસે ચેકિંગ કરવું જરૂરી સમાજનો એક વર્ગ એવો આક્ષેપ પણ કરી રહ્યો છે (જો કે આ વાતનેવૉઈસ ઑફ ડે’ સમર્થન આપી રહ્યું નથી) ઈંડા-નોનવેજની રેંકડી-દુકાનો પર રાત્રે ૯ વાગ્યા બાદ મહત્તમ લોકો નશો કરીને જ આવતાં હોય છે અને ત્યારે જો ખભો પણ અડી જાય તો વાત મારામારી સુધી પહોંચી જતી હોય છે. જો આ આક્ષેપ સાચો હોય તો પોલીસે પણ ગંભીર બનીને ઈંડા-નોનવેજની રેંકડી પર નિયમિત પેટ્રોલિંગ કરવું જોઈએ અન્યથા હત્યા સહિતના ગંભીર બનાવો બની શકે છે.