જોખમીરીતે વાહન ચલાવનાર અને અડચણ રૂપ રિક્ષા સહિત 28 સામે ગુના નોંધાયા
રાજકોટ પોલીસની અલગ અલગ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ
રાજકોટ
શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકને અડચળ રૂપ તેમજ પુરઝડપે લોકોની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવનારાઓ સામે પોલીસે આકરૂ વલણ અપનાવવાનું શરૂ કર્યુ છે. પોલીસ જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકીંગ દરમ્યાન વાહન ચાલકો તેમજ અડચળ રૂપ રેકડી ધારકો તેમજ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી અને 28 ગુના નોંધ્યા હતા.
શહરેમાં અકસ્માતોના બનાવો ન બને તે માટે પોલીસે અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરી પુરઝડપે વાહન ચલાવનારા ચાલકોને પકડી ગુનો દાખલ કરી વાહન ડીટેઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ કર્યા હતા શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો સામે પોલીસ કમિશનરના આદેશથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. રાજકોટના એ-ડિવિઝન,બી-ડિવિઝન,થોરાળા,ભક્તિનગર,આજીડેમ,ગાંધીગ્રામ,યુનિવર્સિટી,પ્ર. નગર,કુવાડવા પોલીસ પોતાના વિસ્તારમાં ચેકિંગ કરી 28 જેટલા ગુના નોંધ્યા હતા.