જુગારની 3 લાખની ઉઘરાણીમાં સોફ્ટવેર એન્જિનિયરનું અપહરણ
ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમે ત્રણ કલાકની શોધખોળ બાદ
અપહૃત યુવકને તો હેમખેમ છોડાવ્યો સાથે સાથે 4 શખ્સને દબોચ્યા
સટોડિયાઓ ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત નજર હતી
મુળ બોટાદના વતની અને હાલ રાજકોટમાં હેતા એક યુવાનું જુગારની ત્રણ લાખની ગોંધી રખાયો હોવાની જાણ રાજકોટ પોલીસને તેના પરિવારજનોએ કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાથી કાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ આ યુવકને છોડાવવા ત્રણ કલાક સુધી કામે લાગી હતી અને અંતે યુવકનો હેમખેમ છૂટકારો થયો સાથે સાથે કાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર શખ્સોને પણ દબોચી લીધા હોવાની એકસકલુઝીવ માહિતી “વૉઈસ ઑફ ડેટને પ્રામ થવા પામી છે. બોટાદનો અમિત મંડીર નામની યુવાન
ઉઘરાણીમાં અપહરણ કરી એક હોટેલમાં સોફ્ટવેર એન્જિનિયર અમિત મંડીનું અપહરણ થયા અંગેની માહિતી તેના પરિવાનોએ એક પરિચીતને આપ્યા બાદ પોલીસ અધિકારીઓની સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં સદ્દામાં અભિત સર્પ હી મરે હોય અને રાષ્ટ્ર માટે તેનું અપહરણ થયાની માહિતી આ પરીચીતે પોલીસ અધિનીઓને આપતા સહુની વાત વતાં જ કામ બન્ચે ટ્રેકરના તમામ સોડિયઓ ઉપર તપાસ કેન્દ્રીત કરી અલગ-અલગ ટીમોએ તેમના બાતમીદશેની મદદથી યુવાની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મામાને ખાાં જ લીડરતાં કામ તો તને હામથી હેમખેમ છોડાવી આરોપીઓને દબોચી દીધા હતા,
કે જે કોમ્પ્યુટર નિષ્ણાત હોય અને સોફ્ટવેર બનાવવામાં પારંગત હોય તે ઓનલાઈન ગેમિંગ અને જુગારમાં માસ્ટરી હોવાના કારણે કેટલાક તેના નજીકના મિત્રોએ મોટી રકમ જીતી હોય જેથી રાજકોટના કારખાનેદાર અને માધાપર.
ચોકડી પાસે ઑફિસ ધરાવતા અમિત સિદ્ધપરાએ અમિતને રાજકોટ બોલાવ્યો હતો અને છેલ્લા બે મહિનાથી તેની પાછળ ખર્ચ કરી કેટલીક રકમ જુગારમાં ઓનલાઈન ગેમિંગમાં રમવા માટે તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી તેમજ અમિતને આપેલી રકમમાં એક સોફ્ટવેર પણ બનાવવાનો હતો. જો કે અમિતના નસીબ એટલા ખરાબ હતા કે તે જીતવાને બદલે આશરે છ લાખ જેટલી રમ હારી ગયો હતો જેથી અમિત સિદ્ધપુરાએ તે રકમની ઉઘરાણી શરૂ કરી હતી.
છેલ્લા બે મહિનાથી તે અમિત મંડિર પાસે રકમની માંગણી કરતો હતો પરંતુ અમિત પાસે રૂપિયા ન હોય જેથી ગઈકાલે રાત્રે અમિત સિદ્ધપુરા અને તેના મિત્ર જે.ડી.સહિતના ચારેક શખ્સોએ સોફ્ટવેર એન્જિનિયર અમિત મંડિરને હોટેલ પર્લ પેલેસમાં ગોંધી રાખ્યો હતો અને સતત તેને ઢોરમાર મારી તેના પિતાને હાલ ત્રણ લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું જેમાંથી એક લાખ રૂપિયા અમિતના પિતાએ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને બાકીની રકમ રૂબરૂ રાજકોટ દેવા માટે બોટાદથી નીકળ્યા હતા. પુત્ર અમિત મંડિરનો જીવ જોખમમાં હોય તેના પિતાએ રાજકોટ રહેતા એક હોટેલ સંચાલકને આ બાબતે જાણ કરી હતી અને હોટેલ સંચાલકે રાજકોટના ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમગ્ર બનાવથી વાકેફ કરતા અમિતને હેમખેમ છોડાવવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો કામે લાગી હતી અને મોબાઈલ લોકેશનના આધારે અલગ- અલગ વિસ્તારોમાં તપાસ કર્યા બાદ અમિતને પર્લ પેલેસ હોટેલમાંથી હેમખેમ છોડાવ્યો હતો અને તે સાથે આ કાંડમાં સંડોવાયેલા અમિત સિદ્ધપુરા, જે.ડી. સહિતના ચાર શખ્સોને પણ દબોચી લીધા હતા.
અમિતની મદદથી સોફ્ટવેર બનાવી તે ઈઝરાયલમાં લોન્ચ કરવાની તૈયારી હતી
મેટોડા ખાતે કારખાનું ધરાવતા અમિત સિદ્ધપુરા કે જે સટ્ટા સાથે જોડાયેલો હોય તેણે એકના ડબલ કરવા માટે સોફ્ટવેર એન્જિનિયર અમિતની મદદ લીધી હતી અને ઓનલાઈન ગેમિંગ અને જુગાર માટેનો એક સોફ્ટવેર અમિત પાસે તેપાર કરાવવાનો પ્લાન હતો અને આ સોફ્ટવેર ઈઝરાયલથી લોન્ચ કરવાનો પ્લાન ઘડાયો હોવાની વિગતો સામે આવી રહી છે.
