ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે
રાજકોટ જિલ્લાના ખેડૂતો ખેતી માટે સાધનોમાં મળતી સબસિડીનો તા. 7 ઓગસ્ટથી લઈ શકશે લાભ
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ જિલ્લામાં ખેડૂતોને ખેતીવાડી ખાતાની જુદી-જુદી યોજનાઓ પૈકી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરિંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાયની યોજનાનો મહતમ લાભ મળી રહે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી આગામી તા.7 ઓગસ્ટ સવારે 10:30 થી “આઈ ખેડૂત પોર્ટલ” ખુલ્લુ મુકવામાં આવી રહયું છે. જેથી બહોળો પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે. ઉપરોકત બંને યોજનાઓમાં વિવિધ ઘટકો મુજબ સબસીડી મળવાપાત્ર છે. રાજય સરકાર ઘ્વારા વધુ એક ‘આઈ ખેડૂત’ પોર્ટલ નો પ્રારંભ કરવાના ખેડૂતહીતલક્ષી નિર્ણયને આવકારી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ રાજકોટ જિલ્લાના ખેડૂતોને મોટી સંખ્યામાં આઇ ખેડૂત પોર્ટલ પર વહેલી તકે નોંધણી કરાવીને મહત્તમ લાભ લેવા હાકલ કરી છે.