ઓનલાઇન હોટેલ્સને રેઇટીંગ આપવાના નામે રૂ.38.23 લાખની ઠગાઇમાં બે પકડાયા
વોઇસ ઓફ ડે રાજકોટ
જામકંડોરણાના યુવાન સાથે ઓનલાઇન હોટેલ્સને રેઇટીંગ આપવાના નામે ઇકસીગો કંપનીમા રોકાણ કરી મોટુ કમીશન આપવાની લાલચ આપી રૂ.38.23 લાખની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ અમદાવાદના કિરણ ચીમનભાઇ મીયાત્રા અને હર્ષદ પીઠાભાઇ વાળાને રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધા છે.
જામકંડોરણાના વેપારી સાથે આરોપીઓએ ઓનલાઇન કંપનીના કર્મચારી હોવાની ઓળખ આપી. પોતે હોટેલ્સને ઓનલાઇન રેટીંગ આપવા બાબતે વર્ક ફ્રોમ હોમથી ઇકસીગો કંપનીમાં ઓનલાઇન કમીશન અપવાની લાલચ આપી હતી. શરુઆતમાં ફરીયાદીને નાની-નાની રકમની આપ-લે કરાવી ફરીયાદીનો વિશ્વાસ મેળવ્યો પછી. કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી એજન્ટો, સુપરવાઇઝર તથા કસ્ટમરકેરના માણસો મારફતે ફરીયાદીનો રેન્ક ઘટાડવામાં આવશે તેવી ખોટી હકીકતો જણાવી હતી. કટકે-કટકે કુલ રૂ.38,23,261 જમા કરાવ્યા હતા.