ઇન્દિરા સર્કલ પાસે ચીલીઝા પીઝાનો કેશીયર રૂ.1.94 લાખ લઈ રફુચક્કર
વોઇસ ઓફ ડે રાજકોટ
ઇન્દિરા સર્કલ પાસે યુનિવર્સીટી રોડ ખાતે ચીલીઝા પીઝા નામની દુકાનના કેશિયરે દુકાનના ગલ્લામાંથી રૂ.1.94 લાખ ચોરી લેતા આ મામલે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. સાધુ વાસવાણી રોડ ઉપર ગાર્ડન સીટી બી-૧૦૩માં રહેતા અને ઇન્દિરા સર્કલ પાસે યુનિવર્સીટી રોડ ચીલીઝા પીઝા નામની દુકાન ચલાવતા નંદનભાઇ નલીનભાઇ પોબારૂને ત્યાં નોકરી કરતા કેશિયર ધરમનગરની પાછળ દ્વારકેશ પાર્ક શેરી નં-૮ બાલાજી મકાન ડ્રીમ સીટીમાં રહેતા ક્રિષ્નાભાઇ પરેશભાઇ ઉનડકટે .૨૨/૧૧/૨૦૨૩ થી તા.૨૭/૧૧/૨૦૨૩ સુધીમાં દુકાનના ગલ્લામાંથી રૂ.૧,૯૪,૫૭૫ વીશ્વાસઘાત કરતા આ મામલે પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.