આલેલે…કર્મચારી પાસેથી `ઉછીના’ ૧૩.૫૦ લાખ લઈ શેઠ ખાઈ ગયો !!
કર્મચારીના માતાએ ફ્લેટ વેચી પૈસા આપ્યા’તા: નિર્મલા રોડ પર જસ્સીદા પરાઠા સામે આવેલા સ્પ્રિંકલ કાફેનો બનાવ
વૉઈસ ઑફ ડે, રાજકોટ
સામાન્ય રીતે એવું સાંભળવા મળતું જ હોય છે કે ફલાણા કર્મચારીએ તેના શેઠનું આટલા રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું પરંતુ એવું બહુ ઓછું જ સાંભળવા મળતું હશે કે જ્યારે ખુદ શેઠ કર્મચારી પાસેથી ઉછીના પૈસા લઈને હાથ ઉંચા કરી દેતો જરૂર આશ્ચર્ય થાય જ…આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે જ્યાં કર્મચારી પાસેથી ઉછીના લીધેલા ૧૩.૫૦ લાખ શેઠ ખાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીગ્રામ પોલીસ મથકમાં વીનિજાબેન પોરુથર (ક્રિશ્ચન)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા છ મહિનાથી રૈયા રોડ પર સવાસ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનો પુત્ર જોવીન સ્પ્રિંકલ કાફે કે જે નિર્મલા રોડ પર જસ્સીદા પરાઠા સામે આવેલું છે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. થોડા સમય બાદ કાફેના માલિક મીથુન સુનિલભાઈ વ્યાસે કાફેની જગ્યાનું ભાડું ચૂકવવા તેમજ કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે રૂપિયાની જરૂર ઉભી થતાં પુત્ર જોવીનને પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. આ પછી અમદાવાદમાં આવેલો ફ્લેટ પર લોન લેવાનો પ્રયત્ન કર્યો હતો જે મંજૂર ન થતાં આ ફ્લેટ વેચવાનો નિર્ણય લીધો હતો જેના બદલામાં મીથુને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલો ફ્લેટ આપવાની બાહેંધરી આપી હતી. અમદાવાદના ફ્લેટનો સાટાખત મીથુનના ભીત્ર ભરત બેરીયાએ ભરી આપ્યો હતો જેની સૂથી પેટે પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. જે મીથુનને આપ્યા હતા.
બાદમાં મીથુનને વધુ પૈસાની જરૂર પડતાં તેણે જોવિનને કહ્યું હતું જે જોવીન તેના મીત્ર ભરતભાઈ પાસેથી લાવ્યો હતો. આ સાત લાખ રૂપિયા પણ મીથુનને આપી દીધા હતા. આ પછી અમારો ફ્લેટ વેચવાનું કેન્સલ થતાં અમે આ ફ્લેટ બ્રોકર સંદીપ ચાવડા મારફત સંજય રાઠોડને વેચવાનું નક્કી કર્યું હતું તેની સુથીના ૧.૭૦ લાખ મળ્યા હતા જે પણ મીથુનને આપ્યા હતા. આમ કુલ ૧૩.૧૫ લાખ રૂપિયા આપ્યા બાદ તે પરત માંગતાં જ મીથુન ગલ્લા તલ્લા કરવા લાગ્યો છે અને હજુ સુધી પૈસા ચૂકવ્યા નથી.