અનેક નામાંકિત બિલ્ડરોને રેરાએ ફટકાર્યો 15 હજારથી 4 લાખ સુધીનો દંડ
રાજકોટના બિલ્ડરો વિરુદ્ધ રેરામાં 13 મહિનામાં 44 ફરિયાદ
સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ ન કરવા બદલ 313 કિસ્સામાં રૈરાની સુઓમોટો કાર્યવાહી
રાજકોટ : બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે ! ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી અસ્તિત્વમાં આવ્યા બાદ ગ્રાહક રાજા હોવાનું ફલિત થઇ રહ્યું છે. રાજકોટ શહેરમાં જ છેલ્લા એક વર્ષ અને એક મહિનો એટલે કે 13 મહિનામાં લાપરવાહી દાખવનાર તેમજ ગ્રાહકો સાથે મનમાની કરનાર બિલ્ડરો વિરુદ્ધ કુલ મળી 44 ફરિયાદો નોંધાયા બાદ જજમેન્ટ આપવામાં આવ્યા છે જેમાં બિલ્ડરોને 15હજારથી લઈ 4 લાખ સુધીના દંડ ફટકારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે કે, રેરાએ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીને પણ 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાત સરકારે રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની વર્ષ 2016માં અમલવારી કર્યા બાદ ઓથોરિટી દ્વારા વર્ષ 2018થી વર્ષ 2025 દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં બિલ્ડરો વિરુદ્ધ નોંધાવવામાં આવેલ કુલ 356 ફરિયાદોમાં જજમેન્ટ આપી બિલ્ડરોને શાનમા સમજી જવા માટે ટકોર કરી છે, વર્ષ 2024માં રાજકોટના બિલ્ડર્સ અને ડેવલોપર્સ વિરુદ્ધ અલગ અલગ પ્રોજેક્ટ સંદર્ભે નોંધાયેલ ફરિયાદો પૈકી 40 કેસમાં ગુજ઼રેરા ઓથોરિટીએ પોતાના ચુકાદા આપી નિયમ અનુસાર સમય મર્યાદામાં પ્રોજેક્ટના ડેવલોપમેન્ટ રિપોર્ટ રજૂ ન કરવા, સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ ન કરવો, નિયમ મુજબ કંપ્લીશન સર્ટિફિકેટ રજૂ ન કરવું સહિતની બાબતો અંગે વર્ષ 2018થી લઇ 2025 સુધીમાં કુલ 313 કેસમાં સુઓમોટો કાર્યવાહી કરી છે.
દરમિયાન ગુજ઼રેરા સમક્ષ અનેક કિસ્સામાં બિલ્ડર્સ અને ડેવલોપર્સથી છેતરાયેલા ગ્રાહકોએ નોંધાવેલ ફરિયાદમાં પણ ન્યાય આપવામાં આવ્યો છે જેમાં વર્ષ 2024માં ગુજ઼રેરા ઓથોરિટીએ કુલ 40 ફરિયાદોના નિકાલ કરવાની સાથે 16 કિસ્સામાં બિલ્ડર્સ અને ડેવલોપર્સને રૂપિયા 15 હજારથી લઈ 4 લાખ સુધીનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ ઉપર ઇન્ફિનિટી હાઉસ પ્રોજેક્ટના બિલ્ડરે એકજ ફ્લેટ ત્રણ-ત્રણ આસામીઓને વેચી નાખી કરેલી છેતરપિંડી મામલે રેરા સમક્ષ ફરિયાદ નોંધાવનાર ગ્રાહકના કિસ્સામાં 1.28 કરોડ પરત કરવા માટે બિલ્ડરના બે ફ્લેટની રેવન્યુંરાહે વસુલાત કરવા પણ આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજ઼રેરા સમક્ષ રાજકોટના અનેક પ્રોજેક્ટ સામે ફરિયાદો થઇ છે જેમાં શ્રદ્ધા સાનિધ્ય, ધ સ્પેશ, તુલસી ગોલ્ડ, રાધેપાર્ક, કોપરગ્રીન, તુલસી હાઈટ્સ, કર્મયોગી, વ્રજવિલા, શ્રી રાધિકા પેલેસ, નીલકંઠ એપાર્ટમેન્ટ, રાજ હાઈટ્સ અને સ્કાય ઉદયાત જેવા ખ્યાતનામ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ | દંડ રૂપિયા |
કર્મયોગી – | 25000 |
શ્રી રાધિકા પેલેસ – | 15,000 |
નીલકંઠ એપાર્ટમેન્ટ | 25,000 |
સ્કાય ઉદયાત | 25,000 |
ડેકોરા વેસ્ટ હિલ | 1,00,000 |
પેસેફિક | 25,000 |
ધ ડેસ્ટીની | 1,00,000 |
ફોર્ચ્યુન -1 | 25,000 |
મંત્ર | 30,000 |
શ્યામલ જીઓન | 1,25,000 |
કસ્તુરી મેરિડિયન | 4,00,000 |
વેસ્ટ વ્યુ | 50,000 |
શ્રીજી એવન્યુ | 25,000 |
ધ ફ્લોરેંજા | 40,000 |
રૂડા | 50,000 |
ક્યાં બિલ્ડરને કેટલો દંડ ફટકારાયો
પ્રોજેક્ટ દંડ રૂપિયા
કર્મયોગી – 25000
શ્રી રાધિકા પેલેસ – 15,000
નીલકંઠ એપાર્ટમેન્ટ 25,000
રાજ હાઈટ્સ – 25,000
સ્કાય ઉદયાત – 25,000
ડેકોરા વેસ્ટ હિલ 1,00,000
પેસેફિક 25,000
ધ ડેસ્ટીની 1,00,000
ફોર્ચ્યુન -1 25,000
મંત્ર 30,000
શ્યામલ જીઓન 1,25,000
કસ્તુરી મેરિડિયન 4,00,000
વેસ્ટ વ્યુ 50,000
શ્રીજી એવન્યુ 25,000
ધ ફ્લોરેંજા 40,000
રૂડા 50,000