સ્વાતિના મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું સામે ? જાણો AIIMSનાં તબીબોનો અહેવાલ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસમાં જે રિપોર્ટની સૌ રાહ જોઈ રહ્યા હતા તે સામે આવી ગયો હતો. માલીવાલ કેસમાં એઇમ્સ દિલ્હીના ડોક્ટરોની ટીમે પોતાનો મેડિકલ રિપોર્ટ શનિવારે સોંપ્યો હતો. જેમાં સ્વાતિના ગાલ પર અને પગમાં તેમજ આંખની નીચે ઇજાના નિશાન મળ્યા હતા. આ મામલો હવે વધુ ગંભીર બની ગયો છે.
13 મેના રોજ, સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમાર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. . આ પછી ગુરુવારે સ્વાતિ માલીવાલનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે તેનો મેડિકલ રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં સ્વાતિ માલીવાલના જમણા ગાલ પર, આંખની નીચે અને ડાબા પગ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.
સ્વાતિ માલીવાલ 13 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા ગઈ હતી. તેમનો આરોપ છે કે સીએમ કેજરીવાલના પીએએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને સીએમના ડ્રોઈંગ રૂમમાં તેમની સાથે મારપીટ પણ કરી હતી. શરૂઆતમાં તેણે આ મામલે ઔપચારિક ફરિયાદ કરી ન હતી. બાદમાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. આ પછી ગુરુવારે રાત્રે સ્વાતિ માલીવાલનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે એઈમ્સ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ શનિવારે તબીબોએ મેડિકલ રિપોર્ટ જમા કરાવ્યો હતો.
