શું બોલ્યા હતા મોદી – શાહ – નીતીશ – નાયડુ ? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે જુના વિડીયો
નેટિઝન્સનો સવાલ,” નીતીશ નાયડુના વચનો કેટલા વિશ્વાસપાત્ર ?
ભારતમાં એનડીએ ની સરકાર રચાઇ રહી છે. ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના સર્વે સર્વા નીતીશકુમાર કિંગ મેકર બન્યા છે. આ બંને પક્ષો ભૂતકાળમાં પણ એનડીએના ઘટક પક્ષ હતા અને પછી વિવાદ થતા છૂટા પડ્યા હતા. આ વખતે પરિણામ જાહેર થયા બાદ દિલ્હી ખાતે મળેલી એનડીએ ની બેઠકમાં બંને નેતાઓએ વડાપ્રધાનના નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરી. ચંદ્રાબાબુએ કહ્યું કે દેશને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે. નીતીશકુમારે તો મોદીના ચરણ સ્પર્શ કરવાનો પણ પ્રયત્ન કર્યો. એકંદરે આ બંને નેતાઓએ વડાપ્રધાનને પુરા પાંચ વર્ષ સુધી સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો પણ રાજકારણમાં એક પણ સંબંધો શાશ્વત નથી હોતા. તકવાદી રાજકારણમાં સદા કાળ માટે કોઈ કોઈનું નથી હોતું. બોલેલું ફરી જવામાં રાજકારણીઓને શરમ નથી નડતી. રાજકારણીઓ કાંચીડા ની માફક રંગ બદલે છે. આજના દોસ્તો આવતીકાલે દુશ્મન બની જાય છે ત્યારે આ બંને નેતાઓ વિશે ભૂતકાળમાં મોદી અને શાહે કરેલી ટિપ્પણીઓ અને આ બંને નેતાઓએ વડાપ્રધાન માટે કરેલા ઉચ્ચારણોની સેંકડો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. રાજકીય નેતાઓ સમય અને સંજોગો અનુસાર વક્તવ્ય આપતા હોય છે એ સાચું પણ સાથે જ રાજકીય સંબંધો પણ તકલાદી હોય છે એ સત્યની યાદ આ બધા વિડિયો અપાવે છે. દેશ સ્થિર શાસન ઈચ્છે છે પણ અત્યારે મોદીને સમર્થન આપી રહેલા આ નેતાઓ કેટલા વિશ્વાસપાત્ર ગણાય તે પ્રશ્ન દેખીતી રીતે જ ચર્ચામાં છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જુના વિડીયો, નેતાઓની એકબીજા માટેની ટિપ્પણીઓ અને ઉચ્ચારણોની ઝલક નિહાળીએ.
નાયડુ માટે મોદીએ કહ્યું હતું,”એ સિનિયર છે, સસરા ની પીઠમાં છુરો ભોંકવામાં”
વડાપ્રધાન મોદીએ પ્રચાર સભામાં ચંદ્રાબાબુ નાયડુની આ શબ્દોમાં ધોલાઈ કરી હતી. ” તેઓ મને યાદ દેવડાવે છે કે તે મારાથી ખૂબ સિનિયર છે. અરે ભાઈ! એમાં શું વિવાદ છે? તમે સિનિયર છો એટલે મેં તમારા સન્માનમાં ક્યારેય કોઈ કમી નથી છોડી. તમે સિનિયર છો દળ બદલવામાં. તમે સિનિયર છો નવા નવા દળો સાથે ગઠબંધન કરવામાં. તમે સિનિયર છો પોતાના ખુદના સસરાની પીઠમાં છૂરો ભોંકવામાં. તમે સિનિયર છો એક ચૂંટણી પછી બીજી ચૂંટણીમાં હારવામાં. અને.. હું તો તેમાં સિનિયર છું જ નહીં”
ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું,”પબ્લિસિટી પ્રાઇમ મિનિસ્ટર છે પર્ફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર નહીં”
કોલકત્તામાં વિપક્ષોની સંયુક્ત સભાને સંબોધન કરતા ચંદ્રબાબુ નાયડુ એ આ શબ્દો કયા હતા.
” આ વડાપ્રધાન પબ્લિસિટી પ્રાઇમ મિનિસ્ટર છે પર્ફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર નથી. આપણે પરફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર જોઈએ છે… તેમણે ખેડૂતોને દગો આપ્યો છે. તેમણે એમએસપી નું વચન આપ્યું હતું જે પાડ્યું નથી.ચાર વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું. નથી એમએસપી વધી કે નથી ખેડૂતોની આવક ડબલ થઈ. તેમણે બધા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. ખેડૂતો આપઘાત કરે છે. એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. બધા ખેડૂતો આર્થિક કટોકટીમાં છે. રાષ્ટ્રનો કૃષિ વિકાસ દર ઇતિહાસનો સૌથી ઓછો માત્ર 1.5 ટકા છે. વેસ્ટ બેંગાલ,કર્ણાટક અને દિલ્હીમાં નેશનલ ગવર્મેન્ટ કરતા વિરોધ પક્ષની સરકારોનું વધુ સારું પ્રદર્શન છે.” **Ndtv સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું” અમે ભૂતકાળમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું તે રાજકીય મજબૂરી હતી પણ આજે લોકશાહીની મજબૂરી છે. સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સ બધા આક્રમણ કરે છે. બધી સંસ્થાઓ તોડી પાડવામાં આવી છે.” તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશનું નેતૃત્વ કરવા બીજા કોઈ સક્ષમ નેતા છે? ત્યારે તેમણે કહ્યું કે બધા નેતાઓ મોદી કરતાં વધારે સક્ષમ છે.
અમિત શાહે કહ્યું હતું,”ચંદ્રાબાબુ માટે એનડીએના દરવાજા બંધ છે”
ગૃહ મંત્રી અમિત શાહે એક સભામાં કહ્યું હતું હતું,” મિત્રો! તેમના મનમાં એમ છે કે પરિણામ પછી મોદીજીની સરકાર આવશે તો ફરીથી એનડીએ માં ચાલ્યા જશું. પણ, ચંદ્રાબાબુજી! એનડીએ ના દરવાજા આપના માટે હંમેશા માટે બંધ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે”.
નીતીશકુમાર માટે શું કહ્યું હતું અમિત શાહે? અને કેવો હુંકાર કર્યો હતો નીતીશકુમારે?
બિહારની સભામાં ગૃહ મંત્રીએ કહ્યું હતું,” એક વાત સ્પષ્ટ કરી દઉં છું. કોઈના પણ મનમાં એ સંશય હોય કે ચૂંટણીના પરિણામો પછી નીતિશ બાબુને ફરીથી ભાજપા એનડીએમાં લેશે તો, હું બિહારની જનતાને સ્પષ્ટ કહેવા માગું છું અને લલન બાબુને પણ સ્પષ્ટ કહેવા માગું છું કે આવા લોકો માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે”.વળતા જવાબમાં નીતીશકુમાર એ કહ્યું હતું,” એક વાત સારી રીતે યાદ રાખી લેજો, અમને મરવાનું કબુલ છે પણ તેમની સાથે જવાનું અમને ક્યારેય કબુલ નથી”
ડીએનએ વિવાદ ફરીથી ગાજ્યો
બિહારના ડીએનએ અંગેનો વિવાદ ફરીથી સોશિયલ મીડિયા પર ગાજી રહ્યો છે.શું હતો આ વિવાદ? 2015ના ફેબ્રુઆરી મહિનામાં બિહારમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી નીતીશ કુમારે જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ 278 દિવસ બાદ તેમનું રાજીનામું લઈ નિતેશ ફરીથી મુખ્યમંત્રી બની બેઠા. એ પછી બિહારમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું,” મને થયું, અરે! મોદીનો શું ક્લાસ છે? એની તો થાળી ખેંચી લીધી. ગરીબના બેટાની થાળી ખેંચી લે પણ એક મહાદલિતની તો આખે આખી પૂંજી,આખેઆખા પુણ્ય ખેંચી લીધું ત્યારે ભાઈઓ અને બહેનો! મને લાગ્યું કે કદાચ તેમના ડીએનએમાં જ ગરબડ છે. તેમની આ ટિપ્પણી પછી નીતીશ કુમારે એ મુદ્દો ઉપાડી લીધો હતો. તેમણે મોદીને શબ્દો પાછા ખેંચવા અપીલ કરી હતી અને બિહારના હજારો લોકોના ડીએનએ સેમ્પલ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ને મોકલવામાં આવ્યા હતા. નીતિશકુમારે કહ્યું હતું,” એમણે બિહારીઓના ડીએનએનું સરખી રીતે અધ્યયન નથી કર્યું. બિહારીઓનું ડીએનએ